
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ગોળીનો જવાબ બીએસએફ ગોળાથી આપશે તેમ અમિત શાહે જણાવ્યું હતું. અમિત શાહે ઓપરેશન સિંદૂરમાં સુરક્ષા દળોની કામગીરીની પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોર્ડર સિક્યુરિટી ફોર્સના પદવીદાન સમારોહને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે જ્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક ફોર્સ એક સરહદ પર સુરક્ષા પૂરી પાડશે, ત્યારે BSF ને બે સૌથી મુશ્કેલ સરહદો, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સરહદની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. તમારી ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને, તમે તેને ખૂબ સારી રીતે સુરક્ષિત કર્યું છે.
તેમણે કહ્યું કે સમગ્ર રાષ્ટ્ર વતી, હું 2,000 થી વધુ સરહદ રક્ષકોને સલામ કરું છું જેમણે 1965 થી 2025 સુધી સર્વોચ્ચ બલિદાનની ભાવના સાથે પોતાની ફરજના માર્ગ પર નિર્ભયતાથી ચાલીને સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. દેશભક્તિના આધારે બધી મુશ્કેલીઓને કેવી રીતે દૂર કરી શકાય છે અને વિશ્વની શ્રેષ્ઠ દળ કેવી રીતે બની શકે છે તેનું BSF એક ઉત્તમ ઉદાહરણ છે.