1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં શિક્ષણ સમિતિના વર્ગ-4ના કર્મીઓને કાયમી નહીં કરાય તો 5મી જુનથી હડતાળ
વડોદરામાં શિક્ષણ સમિતિના વર્ગ-4ના કર્મીઓને કાયમી નહીં કરાય તો 5મી જુનથી હડતાળ

વડોદરામાં શિક્ષણ સમિતિના વર્ગ-4ના કર્મીઓને કાયમી નહીં કરાય તો 5મી જુનથી હડતાળ

0
Social Share
  • પ્રા. શિક્ષણ સમિતિના વર્ગ-4ના 570ને કાયમી કરાતા નથી
  • અગાઉ અનેકવાર રજુઆતો કરી છતાંયે પ્રશ્ન ઉકેલાયો નથી
  • ચોથા વર્ગ કર્મચારી સંઘે આવેદન આપી હડતાળનું એલાન આપ્યું

વડોદરાઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારીઓને કાયમી કરવા માંગણી હજુ સુધી નહીં સંતોષાતા આગામી તા.5 જૂનથી હડતાલનું એલાન અપાયું છે. તા.4 જૂન સુધીમાં માગણીનો ઉકેલ નહીં આવે તો હડતાલનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 કર્મચારીઓને વર્ષોની નોકરી બાદ હજુ કાયમી કરવામાં આવ્યા નથી. કર્મચારીઓને કાયમી ન કરતા પુરતા લાભો મળતા નથી. વર્ગ-4ના હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માગણી અંગે અગાઉ જાન્યુઆરીમાં ભૂખ હડતાલ બાદ સમસ્યાનો ઉકેલ આવે એવું વાતાવરણ ઊભું થયું હતું. કર્મચારી સંઘ અને કોર્પોરેશનના વકીલો વચ્ચે બેઠક પણ થઈ હતી. સંઘ દ્વારા સમાધાનની જે ફોર્મ્યુલા મૂકવામાં આવી હતી, તેના આધારે બંને પક્ષે એક ડ્રાફ્ટ તૈયાર કરીને હાઇકોર્ટમાં રજૂ કર્યા બાદ કેસ પરત લેવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે નિકાલ લાવવા એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી. સંઘ તરફથી જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવા માંગ કરી હતી.

વર્ગ-4 કર્મચારી સંઘ આશરે 100 કરોડનું એરિયર્સ જતું કરવા તૈયાર છે. આશરે 313 કર્મચારીને પેન્શન 115 કર્મચારીને પગાર ઉપરાંત પેન્શન તેમજ મૃત્યુ પામેલા કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપવાના થાય છે. વર્ષોથી હંગામી કર્મચારીઓ પોતાના હક માટે લડત આપી રહ્યા છે. હવે 5મી જુન સુધીમાં પ્રશ્નનો કોઈ નિવેડો નહીં આવે તો વર્ગ-4ના કર્મચારીઓએ હડતાળનું એલાન આપ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code