 
                                    બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમ ખાતે નીરજ ચોપડા ક્લાસિક 2025 સ્પર્ધા હવે 5 જુલાઈએ યોજાશે
બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમ ખાતે નીરજ ચોપડા ક્લાસિક 2025 સ્પર્ધા હવે 5 જુલાઈએ યોજાશે. પહેલા આ ઇવેન્ટ 24 મેના રોજ યોજાવાની હતી, પરંતુ સુરક્ષા કારણોસર અને દેશ પ્રત્યે એકતાની ભાવનાને કારણે તેને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. જેએસડબ્લ્યુ સ્પોર્ટ્સે મંગળવારે માહિતી આપી હતી કે, આ ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ભાલા ફેંક ટુર્નામેન્ટ હશે, જે નીરજ ચોપડા, જેએસડબ્લ્યુ સ્પોર્ટ્સ, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એએફઆઈ) અને વર્લ્ડ એથ્લેટિક્સ (ડબ્લ્યુએ)ના સહયોગથી આયોજિત થઈ રહી છે.
ભારતમાં અત્યાર સુધીની ઉચ્ચતમ સ્તરની આ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધા હશે. આ સ્પર્ધાનું નેતૃત્વ ઓલિમ્પિક ચેમ્પિયન અને વર્તમાન વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપડા કરશે. નીરજ ચોપડા ક્લાસિક ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય વિશ્વભરમાંથી ટોચની પ્રતિભાઓને ભારતમાં લાવવાનો અને દેશના નવા ખેલાડીઓને પ્રેરણા આપવાનો છે. તેમની સાથે ભાલા ફેંકની દુનિયાના આ દિગ્ગજો પણ મેદાનમાં ઉતરશે.
એન્ડરસન પીટર્સ (ગ્રેનેડા) – બે વખતનો વિશ્વ ચેમ્પિયન
થોમસ રોહલર (જર્મની) – રિયો 2016 ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા
જુલિયસ યેગો (કેન્યા) – 2015 વિશ્વ ચેમ્પિયન
કિશોર જેના – એશિયન ગેમ્સના રજત ચંદ્રક વિજેતા અને ભારતનો ઉભરતો સ્ટાર
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

