1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશ સહિત 7 રાજ્યમાં 2280 કરોડની ઓનલાઈન છેતરપીંડી કેસમાં બે આરોપીની ધરપકડ
મધ્યપ્રદેશ સહિત 7 રાજ્યમાં 2280 કરોડની ઓનલાઈન છેતરપીંડી કેસમાં બે આરોપીની ધરપકડ

મધ્યપ્રદેશ સહિત 7 રાજ્યમાં 2280 કરોડની ઓનલાઈન છેતરપીંડી કેસમાં બે આરોપીની ધરપકડ

0
Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશ સહિત દેશના 7 રાજ્યોમાં હજારો રોકાણકારો પાસેથી ઓનલાઈન રોકાણના નામે 2280 કરોડ રૂપિયાના છેતરપિંડીભર્યા વ્યવહારોનો ખુલાસો થયો છે. આ ખુલાસો થતાં જ મધ્યપ્રદેશ STFએ મોટી કાર્યવાહી કરી અને શંકાસ્પદ બેંક ખાતાઓમાં જમા કરાયેલી લગભગ 90 કરોડ રૂપિયાની રકમ સીઝ સ્થગિત કરી હતી. આ કેસમાં STFએ બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણાવાઈ રહી છે.

માહિતી અનુસાર, YORKER CAPITAL માં YORKER FX નામની બિન-રજિસ્ટર્ડ કંપનીમાં BOTBRO ટ્રેડિંગ દ્વારા વધુ નફાની લાલચ આપીને રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ કેસમાં કુલ 17 આરોપીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓના 16 ખાતાઓમાં છેતરપિંડીની આ રકમ મળી આવી છે. કાર્યવાહી કરતા STFએ 90 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આરોપીઓ તેને વિદેશી ખાતાઓમાં ટ્રાન્સફર કરવાની તૈયારી કરી રહ્યા હતા.

વાસ્તવમાં આ લોકો રોકાણના નામે લોકોને પોતાની જાળમાં ફસાવીને છેતરપિંડી કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા લોકોને રોકાણ માટે લલચાવતા હતા. આ માટે આ આરોપીઓએ રોબોટિક સિસ્ટમનું સોફ્ટવેર વિકસાવ્યું હતું. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આરોપીઓની સુપર લક્ઝરી લાઇફ અને વિદેશમાં સુપર હાઈ ઇન્વેસ્ટમેન્ટનો પણ ખુલાસો થયો છે. પોલીસ બાકીના આરોપીઓની શોધ કરી રહી છે.

પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ગેંગનો મુખ્ય સૂત્રધાર દુબઈમાં છે. ત્યાંથી તેઓ પોતાનો આખો ધંધો ચલાવતા હતા, દરેક છેતરપિંડી પછી કમિશનની રકમ મેળવતા હતા. તેઓ રકમને કન્વર્ટ કરીને દુબઈ મોકલતા હતા. પોલીસે આરોપીઓ સામે સંગઠિત ગુનાની કલમો હેઠળ પણ કેસ નોંધ્યા છે. આરોપીઓ સામે વિવિધ રાજ્યોમાં આવા જ 16 અન્ય કેસ નોંધાયેલા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code