1. Home
  2. ગુજરાતી
  3. ઈરાન મુદ્દે સુરક્ષા પરિષદમાં અમેરિકા વિરુદ્ધ જઈને પાકિસ્તાને ચીન અને રશિયાને ટેકો આપ્યો
ઈરાન મુદ્દે સુરક્ષા પરિષદમાં અમેરિકા વિરુદ્ધ જઈને પાકિસ્તાને ચીન અને રશિયાને ટેકો આપ્યો

ઈરાન મુદ્દે સુરક્ષા પરિષદમાં અમેરિકા વિરુદ્ધ જઈને પાકિસ્તાને ચીન અને રશિયાને ટેકો આપ્યો

0
Social Share

પાકિસ્તાને ઈરાન મુદ્દા પર અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. પાકિસ્તાનમાં વાસ્તવિક શક્તિ સેના પાસે છે તેવું માનીને, ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસમાં મુનીરનું સ્વાગત કર્યું હતું. વોશિંગ્ટનમાં અસીમ મુનીર માટે જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનાથી ઈસ્લામાબાદ અને વોશિંગ્ટન વચ્ચે નિકટતા વધવાની અટકળો શરૂ થઈ હતી. જોકે, ઈરાનના મુદ્દા પર સુરક્ષા પરિષદમાં અમેરિકા વિરુદ્ધ જઈને પાકિસ્તાને ચીન અને રશિયાને ટેકો આપ્યો છે.

  • સંયુક્ત રાષ્ટ્રમાં થયેલી ઈરાન પરની ઇમરજન્સી બેઠકમાં પાકિસ્તાને આપ્યું આ નિવેદન

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ, અસીમ ઇફ્તિખાર અહેમદે રવિવારે ઈરાન પર એક ઇમરજન્સીની બેઠકમાં કહ્યું હતું કે, ઈસ્લામાબાદ “ઈરાની પરમાણુ મથકો પર અમેરિકાના હુમલાઓની સખત નિંદા કરે છે.” અહેમદે કહ્યું કે, “પાકિસ્તાન, તેના મિત્ર ચીન અને સાથી રશિયા સાથે મળીને સુરક્ષા પરિષદમાં એક ડ્રાફ્ટ ઠરાવ રજૂ કરી રહ્યું છે જેથી તેને આપનાવવામાં આવી શકે. 

  • ઈરાનની વિનંતી પર ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી

આ ઇમરજન્સી બેઠક ઈરાનની વિનંતી પર બોલાવવામાં આવી હતી. આ બેઠક અમેરિકા દ્વારા તેના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યા પછી થઈ હતી. અહેમદે કહ્યું કે સુરક્ષા પરિષદે “13 જૂનથી ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓની સ્પષ્ટ નિંદા કરવી જોઈએ અને તેને નકારી કાઢવા જોઈએ, કારણ કે આ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે.” તેમણે કહ્યું કે, ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફાહાનમાં ઈરાનના પરમાણુ કેન્દ્રો પર તાજેતરના હુમલાઓ અમેરિકા દ્વારા કરવામાં આવ્યા છે. અહેમદે કહ્યું, “કાઉન્સિલે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી દ્વારા સુરક્ષિત પરમાણુ મથકો પરના હુમલાઓની નિંદા કરવી જોઈએ, જે સુરક્ષા પરિષદ અને IAEAના ઠરાવો તેમજ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન કરે છે.” અહેમદે કહ્યું, “અમે ઇઝરાયલના કૃત્યોની સખત નિંદા કરીએ છીએ. અમે ચીન અને રશિયા સાથે મળીને ઇરાનના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપીએ છીએ.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code