1. Home
  2. ગુજરાતી
  3. ‘હમ કરકે દિખાતે હૈ સિરીઝ’ની ત્રીજી ફિલ્મ “સ્ટોરી ઓફ સૂરજ”નું અદાણી ગ્રુપે અનાવરણ કર્યું
‘હમ કરકે દિખાતે હૈ સિરીઝ’ની ત્રીજી ફિલ્મ “સ્ટોરી ઓફ સૂરજ”નું અદાણી ગ્રુપે અનાવરણ કર્યું

‘હમ કરકે દિખાતે હૈ સિરીઝ’ની ત્રીજી ફિલ્મ “સ્ટોરી ઓફ સૂરજ”નું અદાણી ગ્રુપે અનાવરણ કર્યું

0
Social Share

અમદાવાદ : ભારતના વિરાટ અને સૌથી ઝડપથી વિકસતા સંકલિત માળખાગત અદાણી સમૂહે સમગ્ર દેશમાં માનવીય જીવનમાં ઉન્નતિનો ઉજાસ પાથરવાની સામાજીક જવાબદારી અદા કરવાની પ્રવૃત્તિને આગળ વધારી રહી છે. ભારતના ખૂણે ખૂણે  સૌર ઉર્જા પહોંચાડવા સાથે ટકાઉ માળખાગત સુવિધાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા અદાણી સમૂહે ’Hum Karke Dikhate Hain’ની તેની શ્રેણીની ત્રીજી ફિલ્મ સ્ટોરી ઓફ સૂરજ ગૌરવભેર પ્રસ્તુત કરી છે.

ઊર્જા, લોજિસ્ટિક્સ, પરિવહન અને સમુદાય વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપવા સાથે અદાણી સમૂહ સ્વચ્છ ઊર્જામાં રોકાણ કરીને વધુ સ્થિતિસ્થાપક અને સમાવિષ્ટ ભવિષ્યને પ્રોત્સાહન આપીને નવી કેડી કંડારવાની પહેલો ફક્ત સ્કેલ વિશે નથી પરંતુ તેની સામુદાયિક જીવનને સ્પર્શીને આવા સમુદાયોના ઉત્થાનના અભિગમ વિશે છે.

હવે અવિરત સૌર ઉર્જાથી તરબતર છે એવા એક શહેર આસપાસની સ્ટોરી ઓફ સૂરજ અદાણીના સ્વચ્છ ઉર્જાના ઉકેલો કેવી રીતે માનવીના સપનાઓને સાકાર કરીને જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે તેને જીવંત કરતી આ ફિલ્મ રાકેશની કથા છે, જે વર્ષો પછી પોતાના વતન પરત ફરે છે અને સૌર ઉર્જાએ કરેલા ખેત પેદાશ અને એકબીજા સાથે જોડાયેલા વર્ગખંડોથી લઈને સશક્ત હોસ્પિટલો અને આજીવિકાને પુનર્જીવિત કરવા સુધીના ગહન પરિવર્તનનો સાક્ષી બને છે.

સુપરહિટ ફિલ્મ ‘ બધાઈ હો’ના જાણીતા ફિલ્મ દિગ્દર્શક અમિત શર્માએ આ કથાનકને અદ્ભુત કુશળતાથી જીવંત કર્યું છે. ઓગિલ્વી ઈન્ડિયા દ્વારા સંકલ્પિત આ ફિલ્મ અદાણીના સ્વચ્છ ઉર્જા મિશનના માનવીય પરિમાણને જકડી રાખતા અદાણી સમૂહ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી સૌર ઉર્જાની તક, સ્થિતિસ્થાપકતા અને પ્રગતિ માટે કેવી રીતે ઉત્પ્રેરક બને છે તે તરફ અંગૂલી નિર્દેશ કરે છે.

ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણના ક્ષેત્રમાં મોખરાની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ સોલાર કેન્ડ વિન્ડ પ્રકલ્પોના વિશાળ પોર્ટફોલિયો સાથે કંપની ભારતને દેશભરમાં યુટિલિટી-સ્કેલ, ગ્રીડ-કનેક્ટેડ નવીનીકરણીય ઉર્જા ફાર્મ વિકસાવવા અને ચલાવવામાં વધુ હરિત, વધુ ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધવામાં યોગદાન આપી રહી છે.

અદાણી સમૂહના કોર્પોરેટ બ્રાન્ડિંગના વડા શ્રી અજય કક્કરે જણાવ્યું હતું કે અદાણીમાં, અમે ફક્ત વીજળી જ ઉત્પન્ન કરી રહ્યા નથી પરંતુ પ્રગતિના પથનું નિર્માણ કરી રહ્યા છીએ. આ ફિલ્મ રોજિંદા જીવન પર સૌર ઉર્જાની વાસ્તવિક અસરને પ્રતિબિંબિત કરે છે. એક શહેરનું પરિવર્તન એ પરિવર્તનનું પ્રતીક છે જે અમે સમગ્ર ભારતમાં લાવી રહ્યા છીએ એમ તેમણે કહ્યું હતું.

ઓજીલ્વી ઇંડીયાના મુખ્ય સલાહકાર શ્રી પિયુષ પાંડેએ પ્રતિક્રીયા આપતા કહ્યું હતું કે  અદાણી તેની નવી સૌર ઉર્જા ફિલ્મ સાથે ટેકનોલોજીમાં વધુ એક માનવીય સ્પર્શ ઉમેરે છે. સૂરજની વાર્તા એ સૌર ઉર્જા સમુદાયોના જીવનમાં પરિવર્તનની કેવી તકો ઉપલબ્ધ બનાવી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદ કરે છે  તે દર્શાવે છે.

અદાણી સમૂહ જનસમુદાયના જીવનને કેવી રીતે સ્પર્શીને ઉત્થાન કરી રહ્યું છે અને સમગ્ર ભારતમાં કાયમી પરિવર્તન લાવી રહ્યું છે તે તેના પર પ્રકાશ પાડતી  આ ફિલ્મ #Adan iHKKDH શ્રેણીનો  નવીનતમ અધ્યાય છે, છે. આ ફિલ્મને બ્રોડકાસ્ટ અને ડિજિટલ મીડિયા અને રેડિયો એક્ટિવેશન સહિત અનેક પ્લેટફોર્મ પર શેર  કરવામાં આવશે જેથી વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચી શકાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code