1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં હલકી કક્ષાનું ભોજન પીરસાતા વિદ્યાર્થીઓ કર્યો હોબાળો
રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં હલકી કક્ષાનું ભોજન પીરસાતા વિદ્યાર્થીઓ કર્યો હોબાળો

રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં હલકી કક્ષાનું ભોજન પીરસાતા વિદ્યાર્થીઓ કર્યો હોબાળો

0
Social Share
  • સમરસ હોસ્ટેલમાં અપાતા ભોજનમાં શાકમાં જીવાંત, અને રબ્બર જેવી રોટલી સામે વિરોધ
  • સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓની લડતને કોંગ્રેસ આપ્યું સમર્થન
  • હોસ્ટેલમાં સ્વચ્છતા જળવાતી ન હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ

રાજકોટ તા.24 ડિસેમ્બર 2025: Uproar over substandard food served at Samaras Hostel  શહેરમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હલકી કક્ષાનું ભોજન અપાતુ હોવાથી વિરોધ ઊઠ્યો છે, વિદ્યાર્થીઓના અપાતા ભોજનમાં શાકમાં જીવાંતો, રબ્બર જેવી રોટલી, પાણી જેવી છાશ મામલે 1000 વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ આ મામલે અનેકવાર રજુઆતો કરી હોવા છતાંયે કોઈ પગલા લેવાયા નથી. મસરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના ભોજનના પ્રશ્નનું નિરાકરણ ન આવતા  કોંગ્રેસની આગેવાનીમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલ પાસે એકત્ર થયા હતા અને ખરાબ ભોજનના પોસ્ટર બતાવી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ નારેબાજી કરી ન્યાય આપવાની માંગણી કરી હતી.

રાજકોટ શહેરમાં સમરસ બોયઝ હોસ્ટેલમાં ખૂબ હલકી કક્ષાનું ભોજન અપાતુ હોવાની અગાઉ વિદ્યાર્થીઓ અનેકવાર ફરિયાદો કરી ચૂક્યા છે. હોસ્ટેલના કીચનમાં પુરતી સ્વચ્છતા પણ જાળવવામાં આવતી નથી. ત્યારે હવે વિદ્યાર્થીઓએ લડત શરૂ કરી છે. વિદ્યાર્થીઓની આ લડતને કોંગ્રેસે ટેકો આપ્યો છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ખૂબ જ ખરાબ ભોજન આપવામાં આવે છે. નાસ્તા અને ભોજનમાંથી વારંવાર જીવાત નીકળે છે. જેને કારણે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે આ ઉપરાંત અહીં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે. જેથી 100થી વધુ વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગણી છે.

જ્યારે વિદ્યાર્થી મિત્ર આહિરે જણાવ્યું હતું કે, આ હોસ્ટેલમાં મારું ચોથું વર્ષ છે. જોકે અહીં ખરાબ ભોજન આપવામાં આવે છે. અહીં હાઈજીન જળવાતું નથી. ટોયલેટ તૂટેલી હાલતમા છે અને સફાઈનો અભાવ જોવા મળે છે. આજે અમે ધરણા પર બેસી વિરોધ નોંધાયો છે અને જ્યાં સુધી અમારો પ્રશ્ન દૂર નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના કહેવા મુજબ રાજકોટમાં સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાં કીડા, મકોડા અને જીવાત, રબ્બર જેવી રોટલી અને પાણી જેવી છાશને કારણે 1000 વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અહીં ભોજનના વાસણની બાજુમાં જ એંઠવાડનું વાસણ રાખવામાં આવે છે. ટોયલેટ બ્લોક તૂટેલી હાલતમાં છે. તેમજ  લિફ્ટ વારંવાર બંધ થઈ જાય છે જેને લઈને વિદ્યાર્થીઓએ ઉગ્ર નારેબાજી કરી હતી અને ત્રણ મહિનાથી સમાજ કલ્યાણ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી ઈમેલ મારફત રજૂઆત કરવામાં આવી પરંતુ સમસ્યાઓનું નિરાકરણ આવ્યુ નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code