1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઠાકોર સમાજમાં કૂ-રિવાજો દૂર કરાયા, 16 નવા નિયમો, સાંસદ ગનીબેને લેવડાવ્યા શપથ
ઠાકોર સમાજમાં કૂ-રિવાજો દૂર કરાયા, 16 નવા નિયમો, સાંસદ ગનીબેને લેવડાવ્યા શપથ

ઠાકોર સમાજમાં કૂ-રિવાજો દૂર કરાયા, 16 નવા નિયમો, સાંસદ ગનીબેને લેવડાવ્યા શપથ

0
Social Share

અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: Customs removed from Thakor community, 16 new rules formulated દરેક સમાજમાં સમય સાથે બદલાવ થઈ રહ્યો છે. ત્યારે ઠાકોર સમાજ દ્વારા જુના કૂ-રિવાજોને તિલાંજલિ આપવાનો મહત્વનો નિર્ણય ઠાકોર સમાજના આગોવાનો દ્વારા લેવામાં આવ્યો છે. બનાસકાંઠાના ઓગાડમાં આગામી 4 જાન્યુઆરીએ યોજાનારા ઠાકોર સમાજના ભવ્ય મહાસંમેલન પહેલા પાટણમાં ઠાકોર સમાજ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ઠાકોર સમાજની મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં સામાજિક કુરિવાજોને ડામવા અને દેખાડા પાછળ થતા ખર્ચને રોકવા માટે 16 નવા નિયમો સાથેનું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે. નવા નિયમોનું પાલન કરાવવા ઠાકોર સમાજના આગેવાનોને સાંસદ અને ઠાકોર સમાજના અગ્રણી ગનીબેન ઠાકોરે શપથ લેવડાવ્યા હતા.

ઠાકોર સમાજના ઉત્થાન માટે ઘડાયેલા આ બંધારણમાં લગ્ન, મરણ અને અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા અને સનરૂફ ધરાવતી મોંઘી ગાડીઓ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા ભપકાદાર ખર્ચને ઘટાડીને તે નાણાં શિક્ષણ પાછળ ખર્ચવા હાકલ કરવામાં આવી છે. પાટણમાં ઠાકોર સમાજનું ‘બંધારણ મહાસંમેલન’ અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું હતું અને શપથ લેવામાં આવ્યા હતા. ઠાકોર સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં તેમજ લગ્નપ્રસંગમાં DJ-સનરૂફ ગાડી પર પ્રતિબંધ સહિતના 16 જેટલા નવા નિયમો જાહેર કરાયા છે. સામાજિક એકતા માટે ‘એક સમાજ એક રિવાજ’નું સૂત્ર અપનાવાયું હતું. આ સંમેલનમાં લગ્ન, સગાઈ અને મરણપ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે નવા સામાજિક બંધારણનું સાંસદ ગેની બેન ઠાકોરે વાંચન કર્યું હતું તેમજ ઉપસ્થિત આગેવાનોએ એના અમલીકરણ માટે શપથ લીધા હતા. ઓગાડ ખાતે યોજાનારા મહાસંમેલનમાં જૂના કુરિવાજો દૂર કરાશે.

 ઠાકોર સમાજના બંધારણના અમલીકરણ માટે તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સંકલન સમિતિઓ કાર્યરત થશે. આગામી 4 જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના ઓગાડ ખાતે યોજાનારા મહાસંમેલનમાં આ બંધારણનો વિધિવત્ અમલ શરૂ કરવામાં આવશે.

આ અંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો, વાવ, થરાદ અને પાટણ. આ ત્રણેય જિલ્લાના 27 તાલુકાનું બંધારણ આગામી 4 તારીખે દિયોદર તાલુકાના ઓગડ મુકામે આયોજિત એક ભવ્ય સંમેલન સાથે અમલમાં મુકાશે. જેમ સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત-રિવાજોમાં પણ સુધારા લાવવા જરૂરી હોય છે. હું માનું છું ત્યાં સુધી દરેક ગામમાંથી સીમિત 50, 100 કે 200 આગેવાનો બોલાવ્યા છે અને લગભગ 40થી 50 હજાર આગેવાનો મહાસંમેલનમાં ભેગા થશે. સાધુ-સંતો, બુદ્ધિજીવી વર્ગ અને વિવિધ સંગઠનો આમાં હાજર રહીને સમાજને પાંખ આપશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક બાબતની અંદર કોઈપણ વસ્તુની લિમિટ હોય. લિમિટથી સમાનતા આવે, જેમ કે જાનમાં કેટલા માણસો લઈ જવા એ બધાય માટે લાગુ પડે. આ તમામ વસ્તુઓથી સમાજમાં સમરસતા આવે અને એકસરખું બંધારણ બધા અમલ કરે એ માટે અગાઉ કીધું એમ સગાઈનો ખર્ચો હોય, લગ્નનો પ્રસંગ હોય કે જન્મદિવસની ઉજવણી હોય. આ તમામ સાદગીપૂર્ણ રીતે થાય અને એ બચત શિક્ષણમાં વપરાય, એ જ મુખ્ય ઉદ્દેશ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code