1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લીંબડીમાં રખડતા કૂતારાનો ત્રાસ, મહિનામાં જ ડોગ બાઈટના 600થી વધુ બનાવો બન્યા
લીંબડીમાં રખડતા કૂતારાનો ત્રાસ, મહિનામાં જ ડોગ બાઈટના 600થી વધુ બનાવો બન્યા

લીંબડીમાં રખડતા કૂતારાનો ત્રાસ, મહિનામાં જ ડોગ બાઈટના 600થી વધુ બનાવો બન્યા

0
Social Share

સુરેન્દ્રનગર, 21 જાન્યુઆરી 2026:  જિલ્લાના લીંબડી શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. ઉપરાંત શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં 600થી વધુ ડોગ બાઈટના બનાવો બન્યા છે. રખડતા કૂતરાને અંકુશમાં લેવામાં મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય છે.

લીંબડી શહેરના મુખ્ય માર્ગો, ગ્રીન ચોક અને સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાના ટોળેટોળા જોવા મળી રહ્યા છે. માત્ર શહેરી વિસ્તાર જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શ્વાનોએ આતંક મચાવ્યો છે. વહેલી સવારે દૂધ ભરવા જતાં પશુપાલકો, શાળાએ જતાં બાળકો અને રાત્રિના સમયે પસાર થતા વાહનચાલકોને કૂતરાઓ કરડી રહ્યા છે. સ્થાનિક સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ‘ડોગ બાઈટ’ (શ્વાન કરડવાના) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

 હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, દરરોજ સરેરાશ 10 કેસ નોંધાઈ રહ્યા છે. આ કારણે નાના બાળકો ઘરની બહાર રમવા નીકળતા પણ ડરી રહ્યા છે. રાત્રિ મુસાફરી જોખમી બની છે, કારણ કે શ્વાનો વાહનચાલકોની પાછળ દોડતા હોવાથી અકસ્માતનો ભય રહે છે. વધારે ગંભીર શ્વાન હુમલામાં ઘાયલ લોકોને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. સ્થાનિક નગરપાલિકા અને તંત્ર દ્વારા શ્વાનોના ખસીકરણ કે અન્ય કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને શહેરના રહીશો દ્વારા માગ કરવામાં આવી છે કે તંત્ર જાગે અને રખડતા શ્વાનોને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવી જાઈએ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code