HomeAgency Newsઅમિત શાહ વિરૂદ્ધ ટિપ્પણીઃ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને અદાલતમાંથી મળી રાહત

અમિત શાહ વિરૂદ્ધ ટિપ્પણીઃ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને અદાલતમાંથી મળી રાહત

  • સુલતાનપુર MP-MLA કોર્ટે 8 વર્ષ જૂના કેસમાં આપ્યો ચુકાદો

લખનૌ, 26 ઑક્ટોબર, 2026 –  Rahul Gandhi gets relief in defamation case ઉત્તર પ્રદેશના સુલતાનપુરની વિશેષ MP-MLA કોર્ટે 8 વર્ષ પછી સોમવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામેના માનહાનિના એક કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કર્યા છે. આ મામલો 2018માં ભાજપના તત્કાલીન પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ રાહુલ ગાંધીની આપત્તિજનક ટિપ્પણીઓ સાથે જોડાયેલો હતો, જેને લઈને સ્થાનિક ભાજપ નેતાએ કેસ નોંધાવ્યો હતો. ચુકાદા વખતે રાહુલ ગાંધી પોતે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર હતું.

આ પણ વાંચોઃ એકતા જ પ્રાર્થના, એકતા જ સંકલ્પ: એકતા દિવસ 2026 માટે 200 NCC કેડેટ્સ સજ્જ

ફરિયાદીના એડવોકેટ સંતોષ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે 13 ઓક્ટોબરે સ્પેશિયલ MP-MLA કોર્ટના જજ શુભમ વર્માએ આ મામલે ચુકાદો સંભળાવવા માટે 26 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી. તેમણે કહ્યું હતું કે રાયબરેલીના કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે અદાલતમાં વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે.

મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી આજે સવારે આશરે 11 વાગ્યે સુલતાનપુર સ્થિત MP-MLA કોર્ટ પહોંચ્યા હતા. તેમના આગમનને જોતાં કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

ભાજપ નેતા અને જિલ્લા સહકારી બેંકના પૂર્વ પ્રમુખ વિજય મિશ્રાએ 4 ઓગસ્ટ 2018ના રોજ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે ગાંધીએ તે જ વર્ષે બેંગલુરુમાં એક ચૂંટણી સભા દરમિયાન અમિત શાહ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 8 મે 2018 ના રોજ બેંગલુરુમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ 2005 ના સોહરાબુદ્દીન શેખ હત્યા કેસ અંગે કહ્યું હતું કે, “હિન્દુસ્તાનના લોકો એ ભૂલી ગયા કે ભાજપ પ્રમુખ હત્યાના આરોપી છે. આ સત્ય છે. ઈમાનદારી અને પવિત્રતાની વાત એ પક્ષ કરે છે, જેના પ્રમુખ હત્યાના આરોપી રહી ચૂક્યા હોય.”

શ્રી અમિત શાહને તો વર્ષ 2014માં આ કેસમાં નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ વર્ષ 2016માં સર્વોચ્ચ અદાલતે પણ તત્કાલીન ભાજપ પ્રમુખ પર લાગેલા આરોપોની ફરીથી તપાસ કરવાની માંગને ફગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન હેઠળ સુરતમાં ભાજપ દ્વારા પ્રચંડ પ્રદર્શન

રાહુલની આ ટિપ્પણી બાદ કોર્ટે 27 નવેમ્બર 2023ના રોજ ગાંધીને કેસનો સામનો કરવા માટે સમન્સ પાઠવ્યા હતા. ત્યારબાદ તેઓ કોર્ટમાં હાજર થયા હતા, જ્યાં તેમને જામીન મળી ગયા હતા. પાછળથી મિશ્રાએ રાહુલ ગાંધીના અવાજના સેમ્પલનું મિલન કરાવવાની અરજી કરી હતી, જેને નીચલી અદાલતે ફગાવી દીધી હતી. તેની વિરુદ્ધ દાખલ કરાયેલી રિવિઝન પીટિશનને સેશન કોર્ટે પણ ફગાવી દીધી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે પણ બંને અદાલતોના આદેશોને પડકારતી અરજી ફગાવી દીધી હતી. રાહુલ ગાંધી આ કેસમાં 26 ઓક્ટોબરે ચોથી વાર વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થયા હતા.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular