નવી દિલ્હી, 31 ઑક્ટોબર, 2026 – Air Marshal Inderpal Singh Walia એર માર્શલ ઇન્દરપાલ સિંહ વાલિયા (AVSM, VM) ની 01 નવેમ્બર 2026 થી વાયુસેનાના ઉપપ્રમુખ (VCAS) તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં તેઓ પૂર્વીય વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી રહ્યા છે.
એર ઓફિસર નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને 11 જૂન 1988ના રોજ ભારતીય વાયુસેના (IAF)ની ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતા. તેઓ મિગ-21, મિગ-23, મિગ-27, જેગુઆર અને સુખોઈ Su-30 MKI ના તમામ વેરિઅન્ટ્સ ઉડાડવામાં નિષ્ણાત છે.
આ પણ વાંચોઃ ફૂગ જેવો નાનકડો જીવ અવકાશયાત્રીઓને કિરણોત્સર્ગથી બચાવશે
લગભગ ચાર દાયકાની કારકિર્દીમાં, એર ઓફિસરે વિવિધ કમાન્ડ અને સ્ટાફ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમણે ફ્રન્ટલાઇન ફાઇટર સ્ક્વોડ્રન, ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (TACDE) નું નેતૃત્વ કર્યું છે અને એર ફોર્સ સ્ટેશન બરેલીના એર ઓફિસર કમાન્ડિંગ રહી ચૂક્યા છે. તેમણે યુકે (UK)માં એડવાન્સ્ડ કમાન્ડ એન્ડ સ્ટાફ કોર્સ અને બાંગ્લાદેશમાં નેશનલ ડિફેન્સ કોલેજ (NDC) નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમણે IAF ના ડાયરેક્ટોરેટ ઓફ એર સ્ટાફ ઇન્સ્પેક્શન (DASI) નું નેતૃત્વ કર્યું છે, જાપાન અને દક્ષિણ કોરિયાના ભારતીય દૂતાવાસમાં ડિફેન્સ એટેચ (સંરક્ષણ સલાહકાર) તરીકે સેવા આપી છે, અને પૂર્વીય વાયુ કમાન્ડના સિનિયર એર સ્ટાફ ઓફિસર રહી ચૂક્યા છે.
તેઓ વાંચનનો ખૂબ શોખ ધરાવે છે અને ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં ત્રણ અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે. તેમની વિશિષ્ટ સેવાઓની કદરરૂપે, તેમને 2008માં ‘વાયુ સેના મેડલ’ (VM) અને 2018 માં ‘અતિ વિશિષ્ટ સેના મેડલ’ (AVSM) થી નવાજવામાં આવ્યા હતા. તેઓ એર માર્શલ આશુતોષ દીક્ષિતનું સ્થાન લેશે, જેઓ 31 ઓક્ટોબર 2026ના રોજ વાયુસેનાના 29મા પ્રમુખ (ચીફ ઓફ ધ એર સ્ટાફ) તરીકે પદભાર સંભાળવાના છે.


