Homerevoinewsભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ કવાયતનું આયોજન

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ કવાયતનું આયોજન

જામનગર, 17 નવેમ્બર 2026 – ‘Sahayata Setu’ exercise Indian Air Force ભારતીય સંરક્ષણ દળો દ્વારા મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફ (HQ IDS) અને મુખ્યાલય દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (HQ SWAC)ના માર્ગદર્શન હેઠળ ભાગ લેતી રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશો (FFC) સાથે સંકલનમાં જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત (AJHE-26) સહાયતા સેતુ કવાયતના પ્રથમ દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કવાયતનું આયોજન 17 થી 19 નવેમ્બર 2026 દરમિયાન કરવામાં આવ્યું છે.

Indian Air Force organizes Exercise Sahayata Setu at Jamnagar Air Force Station

હિન્દ મહાસાગર રિમ એસોસિએશન (IORA), બહુ-ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહયોગ બંગાળ ખાડી પહેલ (BIMSTEC) અને ચતુષ્પક્ષીય સુરક્ષા સંવાદ (QUAD) સાથે સંકળાયેલા FFCના પ્રતિનિધિઓ સાથેના વિચારમંથન સેમિનાર સાથે આ કવાયતની શરૂઆત થઈ હતી. સહભાગી દેશોમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કોમોરોસ, ઇન્ડોનેશિયા, કેન્યા, મેડાગાસ્કર, મલેશિયા, માલદીવ, મોરેશિયસ, મોઝામ્બિક, ઓમાન, સેશેલ્સ, સિંગાપોર, સોમાલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, તાંઝાનિયા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યમન, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, મ્યાનમાર અને નેપાળનો સમાવેશ થાય છે. તેમની સહભાગીતાએ માનવતાવાદી કટોકટીઓ અને જટિલ આપદા પરિસ્થિતિઓનો સામનો કરવામાં બહુપક્ષીય સહયોગ, પ્રાદેશિક ભાગીદારી અને સામુહિક તૈયારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ સંવાદથી અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન પણ સરળ બન્યું હતું, માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) કામગીરીઓમાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બન્યો હતો.

Indian Air Force organizes Exercise Sahayata Setu at Jamnagar Air Force Station
Indian Air Force organizes Exercise Sahayata Setu at Jamnagar Air Force Station

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ પી.વી. શિવાનંદે મુખ્ય સંબોધન આપ્યું હતું અને કુદરતી આફતો તેમજ માનવતાવાદી કટોકટીનો ઝડપી, અસરકારક અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે સંકલિત આયોજન, સંયુક્ત ક્ષમતા વિકાસ અને હિતધારકો વચ્ચે સરળ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ કવાયતમાં વિદેશ મંત્રાલય (MEA), ભારતીય સેના (IA), ભારતીય નૌકાદળ (IN), ભારતીય વાયુસેના (IAF), રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ (NDRF), સંબંધિત આપદા વ્યવસ્થાપન એજન્સીઓ અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા સમજદારીપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાઓ “ભારતના વધતા જતા વૈશ્વિક HADR પદચિહ્ન” પર કેન્દ્રિત હતી, જેમાં ઓપરેશન એમિસ્ટેડ, ઓપરેશન બ્રહ્મા અને ઓપરેશન સાગર બંધુ સંબંધિત કેસ સ્ટડી સામેલ કરીને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સહાય, આપદા રાહત અને પ્રાદેશિક સહયોગમાં ભારતની વિસ્તરી રહેલી ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત “આપદા વ્યવસ્થાપન વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અને HADR કામગીરી માટે સંયુક્ત ક્ષમતા વૃદ્ધિ” વિષયને અન્ય મુખ્ય થીમ તરીકે સામેલ કરાયો હતો. આ ચર્ચામાં ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ, પરિસ્થિતિગત જાગૃતિમાં વૃદ્ધિ, સંકલિત ઓપરેશનલ પ્લાનિંગ અને સહભાગી એજન્સીઓ વચ્ચે આંતર-કાર્યક્ષમતાની તપાસ કરવામાં આવી હતી, જેથી જટિલ આપદાની પરિસ્થિતિઓમાં પૂર્વતૈયારી અને પ્રતિભાવ ક્ષમતાઓને મજબૂત બનાવી શકાય.

બપોરના સત્ર દરમિયાન HADR તરફી પ્રયાસો વચ્ચે સુમેળ સ્થાપિત કરવા માટે QUAD કાર્યકારી-સ્તરની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સહાયતા સેતુ કવાયતનો ઉદ્દેશ્ય સહભાગીઓને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના આપદા વ્યવસ્થાપન માળખાથી પરિચિત કરાવવાનો, આંતર-એજન્સી જવાબદારીઓનું વર્ણન કરવાનો અને સંકલિત આપદા પ્રતિભાવ માટે સ્થાપિત પ્રક્રિયાઓને માન્ય કરવાનો છે.

આ કવાયત હવે પછીના તબક્કે સિમ્યુલેટેડ ગંભીર ચક્રવાતી તોફાન પર કેન્દ્રિત પરિસ્થિતિ-આધારિત પ્રવૃત્તિઓ તરફ આગળ વધશે. આમાં જાસૂસી, શોધ અને બચાવ, સ્થળાંતરણ, રાહત કામગીરી અને અકસ્માત વ્યવસ્થાપનને સામેલ કરવામાં આવશે, અને ત્યારબાદ કટોકટી કામગીરી કેન્દ્રો સક્રિય કરવા, ઘટના કમાન્ડ પોસ્ટની સ્થાપના, રાહત સામગ્રીનું વિતરણ અને રાહત શિબિરોની સ્થાપના જેવી કામગીરીઓને સામેલ કરવામાં આવશે.

આ સહયોગી પહેલ દ્વારા, ભારતીય સંરક્ષણ દળો સંયુક્ત તૈયારીઓને મજબૂત કરવાની, સંપૂર્ણ સરકારી અભિગમને પ્રોત્સાહન આપવાની અને રાષ્ટ્રીય સ્તરે તેમજ તમામ પ્રદેશોમાં સમયસર, સંકલિત અને અસરકારક માનવતાવાદી સહાય અને આપદા રાહત પહોંચાડવા માટે ભારતની ક્ષમતા વધારવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટી કરે છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img