1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિત વિસ્તારોમાં મધરાત બાદ 3.7 તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી
અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિત વિસ્તારોમાં મધરાત બાદ 3.7 તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી

અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિત વિસ્તારોમાં મધરાત બાદ 3.7 તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી

0
Social Share

અમરેલી, 10 એપ્રિલ 2026A 3.7 magnitude earthquake જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગત મધરાત બાદ 2:24 વાગ્યે જિલ્લાના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં ભૂકંપના આંચકાથી લોકો ભરઊંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીના રાજુલાથી માત્ર 35 કિમિ દૂર ભાવનગર જિલ્લાના મહુવા પાસે નોંધાયું હતું.

અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં ગત મધરાત બાદ 3,7 તિવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો હતો. રાજુલા શહેરમાં ભૂકંપ એટલો જોરદાર હતો કે, કેટલાક જૂના અને કાચા મકાનોની દીવાલોમાં ઝીણી તિરાડો પડી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીના રાજુલાથી માત્ર 35 કિમિ દૂર ભાવનગર જિલ્લાના મહુવા પાસે નોંધાયું હતું. આ આંચકાની સૌથી વધુ અસર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ વિસ્તાર તેમજ  ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો અનુભવાઈ હતી.

રાજુલા શહેરમાં ભૂકંપ એટલો જોરદાર હતો કે, કેટલાક જૂના અને કાચા મકાનોની દીવાલોમાં ઝીણી તિરાડો પડી ગઈ હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ ગત રાત્રે 2:24 વાગ્યે એક મોટો અને ત્યાર બાદ અન્ય નાના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપના સમયે સર્જાયેલી અફરાતફરી અને ધ્રુજારીના દૃશ્યો અનેક રહેણાક વિસ્તારોના CCTV કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. છેલ્લા આઠ દિવસથી ખાંભા અને સાવરકુંડલાની વચ્ચે સતત અનુભવાઈ રહેલા આંચકાઓને કારણે સ્થાનિક તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સતત આવી રહેલા ધરતીકંપના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી રહી હોવાનું સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે. સદનસીબે, આ કુદરતી ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આંચકાએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code