1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પૂરઝડપે કારે બાઈકને અડફેટે લીધી, ટોળાંએ કારમાં તોડફોડ કરી
અમદાવાદમાં પૂરઝડપે કારે બાઈકને અડફેટે લીધી, ટોળાંએ કારમાં તોડફોડ કરી

અમદાવાદમાં પૂરઝડપે કારે બાઈકને અડફેટે લીધી, ટોળાંએ કારમાં તોડફોડ કરી

0
Social Share

અમદાવાદ, 12 એપ્રિલ 2026: A speeding car hit a bike શહેરમાં પૂર ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના શાહપુર વિસ્તારમાં ગત મોડી રાતે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શાહપુર દરવાજા બહાર મોડી રાતે એક ક્રેટા કારચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં બાઇક ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર કારમાં તોડફોડ કરી હતી. જોકે તોડફોડ મામલે કે અકસ્માત મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

આ અકસ્માતની વિગત એવી જાણવા મળી છે કે, શહેરના શાહપુર દરવાજા બહાર મોડી રાતે પૂરઝડપે એક ક્રેટા કારે બાઈક ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રસ્તાની વચ્ચેના ડીવાઈડર પર લાગેલી રેલીંગ પર તૂટીને કાર પર પડી હતી. અકસ્માતમાં કારને પણ નુકસાન થયું હતું. અકસ્માતનો બનાવ બનતા આસપાસ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. અકસ્માત થતા ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સ હાથમાં દંડાથી કારનો કાચ અને દરવાજો તોડી રહ્યાં છે. જોકે આ અકસ્માત મામલે હજુ પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,  આ અકસ્માત બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તોડફોડ મામલે વીડિયોના આધારે તપાસ કરી રહ્યાં છીએ. કારચાલકને સંપર્ક કરી ફરિયાદ નોંધવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code