1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. થરા નેશનલ હાઈવે પર પોમોલિન તેલ ભરેલા ટેન્કરે પલટી ખાતાં તેલની રેલમછેલ
થરા નેશનલ હાઈવે પર પોમોલિન તેલ ભરેલા ટેન્કરે પલટી ખાતાં તેલની રેલમછેલ

થરા નેશનલ હાઈવે પર પોમોલિન તેલ ભરેલા ટેન્કરે પલટી ખાતાં તેલની રેલમછેલ

0
Social Share

પાલનપુર, 16 ફેબ્રુઆરી 2026: જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ થરા હાઈવે પર સર્જાયો હતો. કાંકરેજ તાલુકાના ડુંગરાસણ સ્ટેશન નજીક શિહોરી-થરા નેશનલ હાઈવે પર તેલ ભરેલું એક ટ્રેલર પલટી ગયું હતું. આ અકસ્માતમાં પામોલિન તેલના ડબ્બા અને પાઉચ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા અને મોટા પ્રમાણમાં પોમોલિન તેલ ઢોળાતા હાઈવે તેલથી રેલમછેલ બન્યો હતો. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના ડુંગરાસણ સ્ટેશન નજીક શિહોરી-થરા નેશનલ હાઈવે પર રાતના સમયે તેલ ભરેલું એક ટ્રેલર પલટી ગયું હતું  ટ્રેલર પલટી મારતાની સાથે જ હાઈવે પર તેલના ડબ્બા તૂટી ગયા હતા, જેના કારણે રોડ પર તેલ ફેલાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તેના લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં જ  શિહોરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ જ નેશનલ હાઈવે પર થોડા સમય પહેલા પાઇપ ભરેલું એક અન્ય ટ્રેલર પણ પલટી ગયું હતું. આ વિસ્તારમાં અકસ્માતોની સંખ્યા વધી રહી હોવાનું જણાય છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code