1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાંકાનેરમાં 26મી ડિસેમ્બરથી ત્રિદિવસીય કામા અશ્વ શો અને રમતોત્સવ યોજાશે
વાંકાનેરમાં 26મી ડિસેમ્બરથી ત્રિદિવસીય કામા અશ્વ શો અને રમતોત્સવ યોજાશે

વાંકાનેરમાં 26મી ડિસેમ્બરથી ત્રિદિવસીય કામા અશ્વ શો અને રમતોત્સવ યોજાશે

0
Social Share
  • અશ્વ શો સ્પર્ધામાં કાઠિયાવાડી, મારવાડી અને સિંધી બ્રીડના 280 અશ્વો ભાગ લેશે
  • 25 ડિસેમ્બરે ભવ્ય અશ્વ પ્રદર્શન અને નગરયાત્રા યોજાશે
  • 27 ડિસેમ્બરે રાત્રે ધોળેશ્વર મહાદેવ મંદિર મેદાન ખાતે ભવ્ય લોકડાયરો યોજાશે

રાજકોટઃ Wankaner, three-day Kama Horse Show and Sports Festival ગુજરાતમાં અશ્વ સ્પર્ધાઓ જુદા જુદા વિસ્તારોમાં યોજાતી હોય છે. જેમાં વાંકાનેર ખાતે 17મા કામા અશ્વ શો અને રમતોત્સવનું આગામી 26થી 28 ડિસેમ્બર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, આ અશ્વ સ્પર્ધામાં કાઠિયાવાડી, મારવાડી અને સિંધી બ્રીડના 280 અશ્વો સાથે તેના સવારો ભાગ લેશે. 26મી ડિસેમ્બરના રોજ અશ્વ શો સ્પર્ધા સવારે 8.30થી સાંજે 6 વાગ્યા સુધી ધોળેશ્વર મહાદેવ મંદિર મેળાના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. 27 ડિસેમ્બરના રોજ રાત્રે 9.30 વાગ્યે ભવ્ય લોકડાયરો યોજાશે.

વિશ્વભરમાં પ્રખ્યાત કાઠિયાવાડી અશ્વો અને તેનું સંવર્ધન કરનાર આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે વણાયેલા છે. આ અશ્વ પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા 17મા કામા અશ્વ શો અને રમતોત્સવનું આગામી 26થી 28 ડિસેમ્બર સુધી વાંકાનેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ગુજરાત અને ગુજરાત બહારથી કાઠિયાવાડી, મારવાડી અને સિંધી બ્રીડના 280 અશ્વનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ચાર વર્ષ બાદ સૌરાષ્ટ્રના આંગણે ભવ્ય અશ્વ શો થવા થઈ રહ્યો છે.

આ અંગે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે, 1994માં વાંકાનેર અમરસિંહજી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નામદાર મહારાણા રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલાના પ્રમુખ સ્થાને પ્રથમ ભવ્ય અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ 2025માં તેમની યાદમાં “17મો કામા અશ્વ મહોત્સવ” યોજાઈ રહ્યો છે. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ ગુજરાતના પશુપાલન વિભાગ તેમજ ટુરીઝમ વિભાગનાં સહયોગથી યોજાઈ રહ્યો છે. જેમાં 25 ડિસેમ્બરના રોજ ભવ્ય અશ્વ પ્રદર્શન અને નગરયાત્રા સાંજે 3.30 વાગ્યે વાંકાનેર શહેરના મુખ્યમાર્ગો પર યોજાશે. 26 ડિસેમ્બરે સવારે 8.30 વાગ્યે “કામા અશ્વ શો-2025 અને રમોત્સવ”નું ભવ્ય ઉદઘાટન કેબીનેટ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં થશે. આ સાથે કાઠીયાવાડી અશ્વની માહિતી આપતુ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે. અશ્વ શો સ્પર્ધા સવારે 8.30થી સાંજે 6 વાગ્યા સુધી ધોળેશ્વર મહાદેવ મંદિર મેળાના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. 27 ડિસેમ્બરના રોજ રાત્રે 9.30 વાગ્યે ભવ્ય લોકડાયરો ધોળેશ્વર મહાદેવ મંદિર મેદાન ખાતે યોજાશે, જેમાં ગુજરાતના નામંકીત કલાકારો અનુભા ગઢવી, હકાભા ગઢવી, ધવલભાઈ ગઢવી, વિજયાબેન વાધેલા, આદિત્ય ખડીયા ઉપસ્થિત રહેશે. 28 ડિસેમ્બરના રોજ ઈનામ વિતરણ મહાનભુવાઓના હસ્તે થશે તથા સમાપન કાર્યક્રમ સાંજે 4 વાગ્યે યોજાશે. (File photo)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code