1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જીકાસ દ્વારા પ્રવેશમાં અનેક ત્રુટીઓ હોવાના આક્ષેપ સાથે ABVPએ વિરોધ કર્યો
જીકાસ દ્વારા પ્રવેશમાં અનેક ત્રુટીઓ હોવાના આક્ષેપ સાથે ABVPએ વિરોધ કર્યો

જીકાસ દ્વારા પ્રવેશમાં અનેક ત્રુટીઓ હોવાના આક્ષેપ સાથે ABVPએ વિરોધ કર્યો

0
Social Share
  • GCASની પ્રવેશ પ્રકિયાને લીધે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી,
  • સુરતમાં વીર નર્મદ યુનિના ગેટ પાસે ABVPએ વિરોધ કર્યો,
  • ખાનગી યુનિવર્સિટીઓને પણ GCASમાં સમાવેશ કરવા માગ

સુરતઃ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીમાં કેટલીક ત્રૂટી હોવાના આક્ષેપ સાથે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. , GCAS અંતર્ગત ખાનગી યુનિવર્સિટીઓને પણ લેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓની મેરીટના આધારે પારદર્શકતાથી પ્રવેશ લઈ શકે તેવી માગ પણ કરવામાં આવી હતી.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી કોલેજોમાં પ્રવેશ મળે તેના માટે GCAS પોર્ટલ ચાલુ કરાયું છે. જેના થકી મેરીટના આધારે વિદ્યાર્થીઓની કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ઝડપથી થઈ જાય અને પારદર્શિતા રહે, પરંતુ વિદ્યાર્થીઓના મતે સરકાર દ્વારા GCASને લઈને કરવામાં આવતી પ્રવેશ પ્રક્રિયામાં ઘણી બધી ત્રુટીઓ રહી જતી હોવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી રહી છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. GCASમાં અનેક ત્રુટીઓ હોવાને કારણે વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. એક જ પ્લેટફોર્મ ઉપરથી મેરીટ તૈયાર થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને સંલગ્ન કોલેજોની અંદર પ્રવેશ આપવા માટે સરકાર દ્વારા આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. જો કે આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલ પુરવાર થઈ રહે છે. જેનો વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને કરવામાં આવી રહ્યો છે.

ABVPના યુનિવર્સિટી કેમ્પસ પ્રમુખ શુભમ સિંઘે જણાવ્યું કે, GCAS અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી આવી રહી છે, જેને કારણે વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી છોડીને ખાનગી યુનિવર્સિટી તરફ વળી રહ્યા છે. અમારી એવી માંગણી છે કે, GCAS અંતર્ગત ખાનગી યુનિવર્સિટીઓને પણ લેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓની મેરીટના આધારે પારદર્શકતાથી પ્રવેશ લઈ શકે. અનેક પ્રકારની ત્રુટીઓને કારણે વિદ્યાર્થીઓમાં GCASને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code