1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર મહેસાણા હાઈવે પર ટ્રકની અડફેટે એક્ટિવાચાલકનું મોત, મહિલાને ગંભીર ઈજા
ગાંધીનગર મહેસાણા હાઈવે પર ટ્રકની અડફેટે એક્ટિવાચાલકનું મોત, મહિલાને ગંભીર ઈજા

ગાંધીનગર મહેસાણા હાઈવે પર ટ્રકની અડફેટે એક્ટિવાચાલકનું મોત, મહિલાને ગંભીર ઈજા

0
Social Share

ગાંધીનગર, 31 ડિસેમ્બર 2025: Activa driver dies after being hit by truck on Gandhinagar-Mehsana highway રાજ્યના ઘોરી માર્ગો પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ગાંધીનગર-મહેસાણા હાઇવે પર ઝુંડાલ બ્રિજ પાસે સર્જાયો હતો. પુરઝડપે જઈ રહેલી ટ્રકે પાછળથી એક્ટિવા સવાર દંપતીને ટક્કર મારતા એક્ટિવાસવાર 70 વર્ષીય વૃદ્ધનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્નીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનો પગ કાપવાની ફરજ પડી છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના વાવોલ ખાતે રહેતા 70 વર્ષીય માનસિંહભાઈ રેવાભાઈ ચૌધરી અને તેમના પત્ની 63 વર્ષિય રમીલાબેન ગઈકાલે સવારે એક્ટિવા પર સવાર થઈ ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સવારના આશરે સવા બારેક વાગ્યે ઝુંડાલ બ્રિજ પાસે પાછળથી આવી રહેલી ટ્રક (નંબર: CG-07-BL-5466) ના ચાલકે પોતાની ટ્રક ગફલતભરી રીતે હંકારી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આથી દંપતી એક્ટિવા પરથી ઉછળીને રોડ પર પટકાયું હતું. ત્યારે ટ્રકનું ટાયર માનસિંહભાઈના શરીર પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે તેમના પત્ની રમીલાબેનના બંને પગ અને હાથ પર પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માત બાદ સ્થળ પર સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં ગંભીર ઈજાગ્રસ્ત રમીલાબેનને 108 મારફતે તાત્કાલિક એસ.એમ.એસ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે તેઓને અમદાવાદની કે.ડી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોને રમીલાબેનનો ડાબો પગ ઘૂંટણથી નીચેના ભાગેથી કાપી નાખવાની ફરજ પડી હતી. અને હાથમાં ફ્રેક્ચર હોવાથી સળીયો નાખવામાં આવ્યો હતો. હાલ તેઓ આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ છે.

આ બનાવની જાણ કલોલ રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતા મૃતક માનસિંહભાઈના સાળા સંજયભાઈ જેઠાભાઈ ચૌધરી સ્થળ પર પહોંચ્યા હતાં. ત્યારે અડાલજ પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે સંજયભાઈએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા અડાલજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code