1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા
અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

0
Social Share

અમદાવાદ : અદાણી સમૂહની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. (AEL) એ 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા. એઈએલ હસ્તકના વિવિધ સ્થાપિત અને  ઇનક્યુબેટીંગ વ્યવસાયોનો પોર્ટફોલિયો સ્થિરતા અને વૃદ્ધિ બંને પ્રદાન કરે છે. નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન આ વ્યવસાયોમાંથી વાર્ષિક ધોરણે કંપનીનો એબિડ્ટા 5% વધીને રૂ.2,800 કરોડનો થવા સાથે તેનો ફાળો ૭૪% થયો છે જે અદાણી એન્ટરપ્રાઇઝના ઇન્કયુબેટીંગ બિઝનેસ મોડેલને માન્ય ઠરાવે છે. નાણાકીય વર્ષ દરમિયાન તેના પ્રકલ્પોના અમલીકરણની ક્ષમતાને પુરવાર કરતી અદાણી એન્ટરપ્રાઇઝ નાણાકીય વર્ષ દરમિયાન વિરાટકાય માળખાકીય અસ્ક્યામતોને કાર્યાન્વિત કરશે. જેના પરિણામ EBITDA માં વૃધ્ધિ સાથે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણમાં જોવા મળશે.

અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “અદાણી એન્ટરપ્રાઇઝે પોતાને વિશ્વના સૌથી સફળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ક્યુબેટર્સ તરીકે સ્થાપિત કરી છે. અમારા ઇન્ક્યુબેટીંગ વ્યવસાયોથી એબિટ્ડાના યોગદાનમાં નોંધપાત્ર વધારો વ્યવસાયોના અમારા સંચાલનના મોડેલની તાકાત અને માપનીયતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રદર્શનનું નેતૃત્વ અમારા એરપોર્ટના વ્યવસાય દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેણે એબિડ્ટામાં વાર્ષિક ધોરણે 61% વૃદ્ધિ સાથે યોગદાન આપ્યું છે.” નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, કોપર પ્લાન્ટ અને ગંગા એક્સપ્રેસ વે જેવી મહામૂલી સંપત્તિઓ કાર્યાન્વિત થવાના આરે છે. અમે ભાવિ કાળને અનુરુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ  નિર્માણ કરવાના અમારા મિશનને પૂરી તાકાત સાથે વેગ આપી રહ્યા છીએ. જે વૈશ્વિક સ્તરે બેંચમાર્ક, તકનીકી રીતે અદ્યતન અને વ્યૂહાત્મક રીતે ભારતની વૃદ્ધિની સાફલ્ય ગાથા માટે મહત્વપૂર્ણ છે.” એમ તેમણે કહ્યું હતું.

કંપનીના કોન્સોલિડેટ નાણાકીય પ્રદર્શન અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે કુલ આવક રુ.૨૨૪૩૭ કરોડ થઇ છે જે ગત વર્ષના સમાન ગાળામાં રુ.૨૬,૦૬૭ કરોડ હતી. જેમાં ૧૪%નો ફેર છે. સમગ્ર નાણાકીય વર્ષ ૨૫માં કુલ આવક રુ.૧,૦૦,૩૬૫ કરોડ થઇ હતી. જ્યારે અહેવાલના સમયગાળામાં એબિડ્ટા રુ.૩૭૮૬ કરોડ રહ્યો છે. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં એબિડ્ટાની આ રકમ રુ. ૪૩૦૦ કરોડ હતી જે ૧૨%નો ફેર દર્શાવે છે. ગત સમગ્ર વર્ષનો એબિડ્ટા રુ.૧૬,૭૨૨ હતો. અહેવાલના સમય ગાળામાં કર અગાઉનો નફો રુ.૧૪૬૬ કરોડ થયો છે ગત નાણાકીય વર્ષના સરખા સમયમાં રુ.૨૨૩૬ કરોડ હતો. જે ૩૪%નો તફાવત દર્શાવે છે. જ્યારે ગત સમગ્ર વર્ષમાં કર પહેલાનો નફો રુ.૧૦૪૭૯ હતો. જ્યારે કર બાદનો નફો રુ.૭૩૪ કરોડ થયો છે જે ગત વર્ષના આ ગાળામાં રુ.૧૪૫૮ કરોડ હતો. જે ૫૦%નો તફાવત દર્શાવે છે. ગત સમગ્ર નાણાકીય વર્ષના અંતે કર બાદનો નફો રુ.૭૧૧૨ થયો હતો.

અનિલ ઇકોસિસ્ટમ અંતર્ગત ઇન્ક્યુબેટીંગ વ્યવસાયોની કુલ આવક ગત નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં રુ.૪૫૧૯ની સામે ચાલુ વર્ષના સમાન સમયમાં રુ.૪૦૩૫ થઇ છે. જે ગત સમગ્ર વર્ષ દરમિયાન રુ.૧૪,૨૩૬ કરોડ થઇ હતી. ગત નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં એબિડ્ટા રુ.૧૬૪૨ કરોડ હતો જે ચાલુ વર્ષના સરખા સમયમાં રુ.૧૨૧૨ કરોડ રહ્યો છે. ગત સમગ્ર વર્ષનો એબિડ્ટા રુ.૪૭૭૬ કરોડ હતો. કર પહેલાનો નફો ગત વર્ષના સમાન ગાળાના રુ.૧૪૨૫ કરોડ સામે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રુ. ૯૬૦ કરોડ હતો. જ્યારે સમગ્ર ગત નાણાકીય વર્ષમાં કર પહેલાનો કુલ નફો રુ.૩૯૫૮ હતો. એરપોર્ટ્સના વ્યવસાયમાંથી ચાલુ વર્ષના અહેવાલના ગાળામાં કુલ આવક રુ.૨૭૧૫ કરોડ થઇ છે જે ગત વર્ષના સરખા ગાળામાં રુ.૨૧૭૭ કરોડ હતી. જે ૨૫%નો તફાવત દર્શાવે છે. જ્યારે ગત સમગ્ર વર્ષમાં કુલ આવક રુ.૧૦,૨૨૪ કરોડ થઇ હતી. વાર્ષિક ધોરણે એબિટ્ડા ચાલુ વર્ષના સમીક્ષાના ગાળામાં રુ.૧૦૯૪ કરોડ રહ્યો છે જે ગત વર્ષના સમાન ગાળામાં રુ.૬૮૨ કરોડ હતો. આ તફાવત ૬૧% છે. ગત સમગ્ર વર્ષમાં કુલ એબિટ્ડા રુ.૩૪૮૦ કરોડ હતો. કર બાદનો નફો ચાલુ નાણાકીય વર્ષના સમીક્ષા હેઠળના સમયમાં રુ.૨૦૪ કરોડ હતો જે ગત વર્ષના આ જ સમય દરમિયાન રુ. ૮૯ કરોડ હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code