અમદાવાદ, 3 એપ્રિલ 2026: CNG price increased ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને કારણે ભારતની આયાત-નિકાસને અસર થતા દરેક ચિજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી સામાન્ય લોકોનું બજેટ ખેરવાઈ રહ્યું છે. ત્યારે અદાણી CNGના ભાવમાં આજે તા 3 એપ્રિલથી પ્રતિ કિલોએ રૂપિયા 1.50 નો વધારો કરાયો છે. સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી સીએનજી રૂપિયા 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી નવો ભાવ 83.77 રૂપિયા થયો છે.
અમદાવાદ સહિત અદાણીના ગેસપંપો પર આજથી સીએનજી પ્રતિકિલો રૂપિયા 83.77ના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ ત્યારબાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો. સીએનજીના ભાવવધારાથી રિક્ષાચાલકોને મોટો ફટકો પડશે. વર્ષ 2025માં અદાણી CNGમાં ચાર વખત ભાવ વધારો કરાયો હતો. હવે 2026માં પણ ચાલુ જ છે. 2025માં ચાર વખતનો ભાવ વધારો 3.40 રૂપિયા હતો. તો 2026ની શરૂઆતમાં પહેલા એકવાર ઘટાડો અને બે વારના વધારા બાદ હવે અદાણી CNGનો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે.
સૂત્રોના કહેવા મુજબ હાલ ઇરાન-ઇઝરાયલ વોરને પગલે વિશ્વભરમાં ગેસનું સંકટ છવાયેલું છે. આ વચ્ચે અનેક દેશોમાં ગેસનું સંકટ જોવા મળી રહ્યું છે. સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો પીએનજી તરફ વળી રહ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે.
અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન કહેવા મુજબ છેલ્લા ઘણા સમયથી CNGમાં ધીમે-ધીમે ઘણો બધો ભાવ વધારો થયો છે, જેની સીધી અસર રિક્ષાચાલકો પર પડી રહી છે. રિક્ષાચાલકોની મુખ્ય આજીવિકા CNG પર નિર્ભર છે. આ ભાવ વધારાનો એસો. સખત શબ્દોમાં વિરોધ કરે છે.


