અમદાવાદ, 03 માર્ચ 2026: In-charges of 42 districts-metropolitan cities and 7 fronts of BJP appointed રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકાદ-બે મહિનામાં યોજાશે, ત્યારે ભાજપ દ્વારા 42 જિલ્લા-મહાનગરોના અને સાત મોરચાના પ્રભારીઓની નિમણૂકો કરવામાં આવી છે. નિમણૂકોમાં યુવા કાર્યકર્તાઓને વધુ પ્રાધ્યાન્ય આપવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપના મુખ્ય કાર્યાલય ‘કમલમ’, ગાંધીનગરથી બહાર પડેલા આ નિમણૂક પત્રમાં વિવિધ વિસ્તારોના વરિષ્ઠ અને અનુભવી કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા દ્વારા સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરો ઉપરાંત તાપી, નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓના નવા પ્રભારીઓને નિયુક્ત કર્યા છે. આ નિયુક્તિઓ પાછળ આવનારી ચૂંટણી અને સંગઠન વિસ્તરણને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. પાર્ટી સૂત્રો અનુસાર દરેક પ્રભારીને પોતાના વિસ્તારમાં બૂથ સ્તર સુધી સક્રિયતા વધારવા, સરકારની યોજનાઓ જનતા સુધી પહોંચાડવા અને કાર્યકરો સાથે સીધો સંવાદ વ્યવસ્થા મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે.
એવી ચર્ચા છે કે, કેટલાક જિલ્લાઓમાં આંતરિક અસંતોષ શાંત કરવાની કોશિશ પણ છુપાયેલી છે. કેટલાક વરિષ્ઠ નેતાઓને મહત્વના શહેરોની જવાબદારી સોંપાતા સંકેત મળી રહ્યા છે કે સંગઠનમાં ‘પરફોર્મન્સ’ હવે પ્રમોશનની ચાવી બનશે. આવનારા સમયમાં આ પ્રભારીઓની કામગીરી પર જ તેમની રાજકીય ઊંચાઈ નિર્ભર રહેશે, એવું રાજકીય વિશ્લેષકો માનતા દેખાઈ રહ્યા છે.


