1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં 1500 કરોડનો વધારો કરી મંજુરી અપાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં 1500 કરોડનો વધારો કરી મંજુરી અપાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં 1500 કરોડનો વધારો કરી મંજુરી અપાઈ

0
Social Share

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026:  મ્યુનિ,કોર્પોરેશનના કમિશનર દ્વારા વર્ષ 2026-27નું રૂપિયા 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યુ હતું. જેને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં 1500 કરોડનો વધારો કરીને રૂ 18,518 કરોડ કદ રાખીને સુધારા-વધારા સાથે બજેટને મંજુરી આપી છે.

 ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં 1500 કરોડનો વધારો કરીને 18.518 કરોડના બજેટનો મંજુરીની મહોર મારી છે. મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા અગાઉ બજેટ અંગે શહેરીજનો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેના આધારે બજેટ આઠ બિંદુઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ 8 મુદ્દામાં બેઝિક સર્વિસ, સસ્ટેનિબિલિટી, હેરિટેજ, ઈઝ ઓફ મુવમેન્ટ, ઇન્ક્લુઝિવ સિટી, સિટી બ્યુટીફિકેશન, ગવર્નન્સ સિટીઝન સેન્ટ્રિક ફેસિલિટી સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 18518 કરોડના બજેટમાં વિકાસના કામો જે સુચવાયા છે. જેમાં  ત્રાગડ ક્રોસિંગ પાસે રિસ્ટ્રિક્ટેડ હાઇટનો અંડરપાસ બનશે, દાણીલીમડાના ખોડિયારનગર ચાર રસ્તા પાસે ફ્લાય ઓવરબ્રિજ બનશે, થલતેજ વોર્ડમાં થલતેજ ચાર રસ્તા તરફ અંડરપાસ બનાવવામાં આવશે. તેમજ ચાંદલોડિયા વોર્ડમાં TP 72 અને TP 233 પાસે ટ્રાફિક નિવારવા અંડરપાસ બનાવવામાં આવશે.

આ ઉપરાંત નિકોલ વોર્ડમાં રૂ 50 કરોડના ખર્ચે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે. શહેરના હયાત તમામ સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ નેટવર્કને રિહેબિલિટેશન કરવા રૂ 115ની જોગવાઈ. છેલ્લા 3 વર્ષના એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને હવે 10%ને બદલે 12% રિબેટનો લાભ મળશે, ઓનલાઇન ટેક્સ ભરનારને 15% રિબેટ મળશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં વર્લ્ડ પાર્ક થીમ બેઝ ગાર્ડન રૂ 10 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. YMCA ક્લબથી એસપી રિંગ રોડ જવાના રસ્તાને PPP મોડલથી ડેવલપ કરવામાં આવશે. AMC ના 100 ગાર્ડનમાં યોગા સેન્ટર અને કોચિંગ ટ્રેનર બનાવવાનું આયોજન કરાશે,

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code