1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા અમદાવાદ પોલીસે કર્યું રિહર્સલ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા અમદાવાદ પોલીસે કર્યું રિહર્સલ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા અમદાવાદ પોલીસે કર્યું રિહર્સલ,

0
Social Share
  • વડાપ્રધાન કાલે સામવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે
  • અમદાવાદ શહેરમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે
  • રોડ શોના રૂટ પર બ્રહ્મોસ્ત્ર અને રાફેલના ટેબ્લો લગાવાયા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ તા. 26મી મેથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર’ બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેએ ગુજરાત આવી રહ્યા છે. કાલે 26 મેએ સવારે 10 વાગ્યે વડાપ્રધાન મોદીનો વડોદરામાં રોડ શો યોજાશે. ત્યાર બાદ બપોરે 2 વાગ્યે ભુજમાં અને સાંજે 6.30 વાગ્યે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે. અમદાવાદમાં વડાપ્રધાનના રોડ શોને લીધે પોલીસે બંદોબસ્તની તૈયારીઓ કરી લીધી છે. રોડ શોના માર્ગ પર પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને આવકારવા માટે રોડની બન્ને સાઈડ પર બેનર્સ અને હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત બ્રહ્મોસ્ત્ર અને રાફેલના ટેબ્લો પણ લગાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં 50 હજાર લોકો હાજર રહે તેવી શક્યતા છે. રોડ શોને લઈને ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો માર્ગ કાલે સોમવારે સાંજે 4 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. એરપોર્ટ જનારા લોકોને નિયત સમય કરતા 2 કલાક વહેલા જવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ ટ્રાફિકમાં ફસાય તો ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન 1095 પર સંપર્ક કરી શકશે. અમદાવાદ પોલીસે શનિવારે રોડ શોના રૂટ પર રિહર્સલ કર્યું હતું.

કાલે 26મેને સોમવારે સાંજે અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. ત્યારે શનિવારે પોલીસ દ્વારા આ રૂટ પર રિહર્સલ કરાયું હતું. પોલીસે કારના કોન્વોય સાથે રિહર્સલ કર્યું હતું. રોડ શોના રૂટને તિરંગા કલરના કાપડના પટ્ટાઓથી સુશોભિત કરાયો છે. એરપોર્ટ સર્કલ પર વિવિધ નાઈટ લાઈટિંગ સાથે LED સ્ક્રીન લગાવાઈ છે. ઓપરેશન સિંદૂરના હોર્ડિગ્ઝ સાથે વિવિધ પ્રતિકૃતિઓ પણ મુકાશે. રોડ શોમાં 19 સ્ટેજ પર દેશભક્તિની થીમ પર વિવિધ ઝાંખી રહેશે. બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ ફાઇટર , જેટ સહિત ના ભારતીય સેના શસ્ત્રો સહિતની પ્રતિકૃતિઓ મૂકવામાં આવશે. રોડ શો ના રૂટ પર અંદાજિત 50,000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  કાલે તા.26 મે સોમવારે સાંજે 6:30 વાગ્યાથી એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાશે. રોડ શોને લઈને ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો સાંજે 4 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. રોડ શોમાં આવનારા અને એરપોર્ટ જનારા લોકોને જ રોડ પરથી પ્રવેશ આપવામાં આવશે. એરપોર્ટ જનાર લોકોને નિયત સમયથી બે કલાક પહેલા નીકળવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ મુસાફર અટકાયત તો પોલીસને ટિકિટ બતાવીને એરપોર્ટ સુધી જઈ શકે છે. જે લોકો દૈનિક અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતા હોય તેમને સુભાષબ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ થઈ ગાંધીનગર જવાનું રહેશે અથવા ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર સુધી જઈ શકશે. ઇન્દિરાબ્રિજથી એરપોર્ટ સર્કલથી સરદારનગરવાળા રસ્તાથી એરપોર્ટ જવાનું રહેશે. રોડ શોમાં આવનાર લોકોએ પાંચ વાગ્યા સુધી પહોંચી જવાનું રહેશે.

ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે સમગ્ર રોડ અને સર્વિસ રોડ સહિતના તમામ રસ્તા બપોર 1:00 વાગ્યા બાદ નો પાર્કિંગ ઝોન રહેશે. 800 બસ આવવાની હોવાથી મ્યુનિ. કોર્પોરેશન સાથે મળીને 10 પાર્કિંગ રાખવામાં આવ્યા છે. રોડ શોના બંદોબસ્તમાં ટ્રાફિકના 10 પીઆઇ, 3 એસીપી, 2 ડીસીપી અને 600 પોલીસકર્મીઓ હાજર રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code