1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કાંકરિયા ઝુમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક માટે એરકૂલરો મુકાયા, પાણીનો સતત છંટકાવ
કાંકરિયા ઝુમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક માટે એરકૂલરો મુકાયા, પાણીનો સતત છંટકાવ

કાંકરિયા ઝુમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક માટે એરકૂલરો મુકાયા, પાણીનો સતત છંટકાવ

0
Social Share

અમદાવાદ, 17 માર્ચ 2026: Air coolers installed in Kankaria Zoo to cool animals and birds ઉનાળામાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યા બાદ હાલ તાપમાનમાં ઘટાડો થયો છે. પણ એકાદ સપ્તાહમાં ફરીવાર તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે અમદાવાદ શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે ઠેર ઠેર એરકૂલરો મુકવામાં આવ્યા છે. તેમજ પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરા પાસે સતત પાણોન છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

 શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કેટલાક પશુઓને શક્કરટેટી, શેરડી વગેરે જેવા પદાર્થો પણ ખાવા માટે આપવામાં આવે છે. પીવાના પાણીમાં ORS મિશ્રિત કરીને પણ આપવામાં આવે છે જેથી ગરમીમાં પ્રાણીઓને કોઈ તકલીફ ન પડે. પ્રાણી સંગ્રહાલયમાં બહારના વિસ્તાર કરતાં એકથી બે ડિગ્રી ઓછું તાપમાન રહે તેના માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે.

આ અંગે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપરિટેન્ડન્ટ ડો. સર્વ શાહે જણાવ્યું હતું કે, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પશુ-પક્ષીઓ, સરીસૃપો અને આવતાં મુલાકાતીઓને ગરમીથી રક્ષણ મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાઘ, સિંહ, દીપડા અને હાથી જેવા મોટા પ્રાણીઓના પિંજરાઓ પાસે મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર મૂકવામાં આવ્યા છે જેથી તેમને ઠંડક મળી રહે. હિપો, મગર અને વાઘ જેવા પ્રાણીઓને પાણી વધુ ગમતું હોવાથી તેમના હોજને પાણીથી ભરીને રાખવામાં આવે છે. આ ઉપરાંત પ્રાણીઓના આહારમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં શક્કરટેટી, તરબૂચ અને શેરડીનો રસ વગેરે આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રાણીઓના પીવાના પાણીમાં ઇલેક્ટ્રલ પાવડર અને ઓઆરએસનું મિશ્રણ પણ કરવામાં આવે છે. ઉપરાંત દિવસ દરમિયાન સમયાંતરે પાણીનો છંટકાવ કરીને આસપાસનું વાતાવરણ ઠંડુ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા પ્રાણીઓને ગરમીમાં આરામ મળે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code