1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી એરપોર્ટ પર હવાઈ સેવા ખોટકાઈ, ATC સિસ્ટમમાં ટેક્નિકલ ખામીથી 100થી વધુ ફ્લાઇટ્સને અસર
દિલ્હી એરપોર્ટ પર હવાઈ સેવા ખોટકાઈ, ATC સિસ્ટમમાં ટેક્નિકલ ખામીથી 100થી વધુ ફ્લાઇટ્સને અસર

દિલ્હી એરપોર્ટ પર હવાઈ સેવા ખોટકાઈ, ATC સિસ્ટમમાં ટેક્નિકલ ખામીથી 100થી વધુ ફ્લાઇટ્સને અસર

0
Social Share

નવી દિલ્હી: દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGIA) પર શુક્રવાર સવારથી જ અફરાતફરીનું દૃશ્ય જોવા મળ્યું હતું, એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) સિસ્ટમમાં આવેલા ટેક્નિકલ ખામીના કારણે 100થી વધુ ઉડાનોમાં વિલંબ નોંધાયો હતો. દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર અચાનક ઉડાનોની ગતિ ધીમી પડી જતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, ATC સિસ્ટમમાં ટેક્નિકલ સમસ્યા ગુરુવાર સાંજથી જ શરૂ થઈ ગઈ હતી, જે શુક્રવાર સવાર સુધી ચાલુ રહી હતી. આ ખામીના કારણે ફ્લાઇટ્સ માટે જરૂરી ફ્લાઇટ પ્લાન ઓટોમેટિક રીતે તૈયાર થઈ શકતા નહોતા. સામાન્ય રીતે આ માહિતી ‘Automatic Message Switching System (AMSS)’ દ્વારા ‘Auto Track System (AMS)’ સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ સિસ્ટમમાં ખામી હોવાથી આ પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી.

દિલ્હી એરપોર્ટ પ્રાધિકરણ (DIAL) તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, ATC સિસ્ટમમાં આવેલી ટેક્નિકલ ખામીના કારણે ઉડાનોમાં વિલંબ થઈ રહ્યો છે. સંબંધિત તમામ એજન્સીઓ સાથે મળીને ખામી દૂર કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે. મુસાફરોને તેમની ફ્લાઇટની તાજી માહિતી માટે સંબંધિત એરલાઇન સાથે સંપર્કમાં રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.

ATC કન્ટ્રોલરોએ હવે ફ્લાઇટ પ્લાન્સને મેન્યુઅલી તૈયાર કરવાનું શરૂ કર્યું છે, જે પ્રક્રિયામાં વધુ સમય લાગે છે. જેના કારણે અનેક ફ્લાઇટ્સ શેડ્યૂલ કરતાં ઘણી મોડે ઉડાન ભરી શકી. વિલંબના કારણે રનવે પર ટ્રાફિક વધી ગયો છે અને ટર્મિનલ્સ પર પણ ભીડ વધતી જોવા મળી છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com અનુસાર, દિલ્હીના એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઇટ્સ સરેરાશ 50 મિનિટ સુધી વિલંબિત થઈ રહી છે. ગેટ બદલાવા અને લાંબા ઇંતેજારને કારણે મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code