1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના વિવિધ વિસ્તારમાં AMC દ્વારા 50 નવા બોટલ ક્રશર મશીન મુકાશે
અમદાવાદના વિવિધ વિસ્તારમાં AMC દ્વારા 50 નવા બોટલ ક્રશર મશીન મુકાશે

અમદાવાદના વિવિધ વિસ્તારમાં AMC દ્વારા 50 નવા બોટલ ક્રશર મશીન મુકાશે

0
Social Share

ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પ્લાસ્ટિક કચરાના નિકાલ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, હાલમાં શહેરના કાંકરિયા જેવા વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં 7 બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ 50 સ્થળોએ આવા વધુ બોટલ ક્રશર મશીન સ્થાપિત કરવામાં આવશે.

આ બોટલ ક્રશર મશીન પ્લાસ્ટિકની બોટલોનો નાશ કરી, તેને રિસાયકલ કરી વિવિધ ઉપયોગી વસ્તુઓ બનાવવામાં મદદરૂપ થશે. દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી જેકેટ, બેન્ચ જેવી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે, જેનું વેચાણ કરવામાં આવશે અને શહેરના બગીચાઓમાં પણ બેન્ચ મૂકવામાં આવશે.

AMC નો આ પ્રયાસ પ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવા અને સ્વચ્છ અમદાવાદના નિર્માણ માટે એક સકારાત્મક પગલું છે. આ પહેલથી નાગરિકોને પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ કરવામાં સરળતા રહેશે અને રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનતી વસ્તુઓ પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પૂરા પાડશે. આશા છે કે આ પ્રોજેક્ટથી શહેરમાં પ્લાસ્ટિકના પુનઃઉપયોગ અને રિસાયક્લિંગ પ્રત્યે જાગૃતિ વધશે અને પર્યાવરણ સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code