
અશ્વિની વૈષ્ણવ અને જાપાની મંત્રીએ સુરત હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લીધી
સુરતઃ જાપાનના ભૂમિ, માળખાગત સુવિધા, પરિવહન અને પર્યટન મંત્રી મહામહિમ હિરોમાસા નાકાનો આજે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા અને પરંપરાગત ગરબા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહામહિમ હિરોમાસા નાકાનો સાથે સુરત હાઇ-સ્પીડ રેલ (HSR) બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી.
બંને મંત્રીઓએ ટ્રેક સ્લેબ લેઇંગ કાર અને ટ્રેક સ્લેબ એડજસ્ટમેન્ટ સુવિધા સહિત પ્રોજેક્ટના મુખ્ય ભાગોની સમીક્ષા કરી હતી. બંને મંત્રીઓએ કામની ગુણવત્તા અને ગતિ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો અને બાંધકામની ઝડપી ગતિની પ્રશંસા કરી હતી. આ મુલાકાત ભારતના પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટને આગળ વધારવામાં ભારત અને જાપાન વચ્ચેના મજબૂત સહયોગને પ્રતિબિંબિત કરે છે.
ભારતમાં હાલ અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈ સ્પીટ રેલનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. ભારતની આ પ્રથમ હાઈ સ્પીટ રેલની કામગીરીનું કેન્દ્ર સરકાર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.