
નવી દિલ્હીઃ હરિયાણાના કૈથલ જિલ્લામાં પંજાબને અડતી અઝીમગઢ ચોકી ઉપર બબ્બર ખાલસા ગ્રુપએ હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે બે વ્યક્તિઓ સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હુમલામાં પોલીસ ચોકીમાં ફરજ બજાવતા કોઈ કર્મચારીને ઈજા પહોંચી ન હતી. વિસ્ફોટની તીવ્રતા ઓછી હોવાથી પોલીસ ચોકીને મોટુ નુકશાન થયું ન હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટને લઈને હરિયાણા અને પંજાબ પોલીસની ટીમ તપાસ કરી હતી. તેમજ એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.
પોલીસ ચોકી ઉપર થયેલા હુમલાની જવાબદારી બબ્બર ખાલસા ગ્રુપએ લીધી છે. બબ્બર ખાલસા ગ્રુપે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકીને જણાવ્યું હતું કે, જીનગઢ ચોકી ઉપર થયેલા ગ્રેનેડ હુમલાની જવાબદારી અમે લઈએ છીએ. ભારતમાં બબ્બર ખાલસા ઈન્ટનેશનલ પ્રતિબંધિત સંગઠન છે. આ સંગઠનથી દેશની સુરક્ષાને ખતરો છે એટલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની સામે કાર્યવાહી પણ કરી છે. ભારત ઉપર અન્ય દેશોમાં પણ આ સંગઠન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સંગઠન અલગ ખાલિસ્તાનની માંગણી કરી છે. બબ્બર ખાલસા ઈન્ટરનેશનનું નેતૃત્વ વધાવા સિંહ ઉર્ફે બબ્બરના હાથમાં છે જે પાકિસ્તાનમાં બેઠા-બેઠા તેને ઓપરેટ કરી રહ્યો છે.