બિહાર ચૂંટણીઃ પ્રથમ તબક્કાની 121 બેઠકો ઉપર 5 વાગ્યા સુધીમાં 60.18 ટકા મતદાન
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 60.18 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, લોકશાહીના ભવ્ય ઉત્સવમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માધેપુરામાં 65.74%, સહરસામાં 62.65%, દરભંગામાં 58.38%, મુઝફ્ફરપુરમાં 65.23%, ગોપાલગંજમાં 64.96%, સિવાનમાં 57.41%, સારણમાં 60.90%, સારણમાં 65%, વાઆલીમાં 65% મતદાન નોંધાયું હતું. સમસ્તીપુર, બેગુસરાયમાં સૌથી વધુ 67.32%, ખગરિયામાં 60.65%, મુંગેરમાં 54.90%, લખીસરાયમાં 62.76%, સૌથી ઓછો 52.36% શેખપુરામાં, 57.58% નાલંદામાં, 55.02% પટનામાં, 55.02% અને B5240% માં. બેગુસરાયમાં સૌથી વધુ અને પટનામાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.
બિહાર વિધાનસભાની 121 બેઠકો ઉપર આજે સવારથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું હતું, હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 કલાક સુધીમાં લગભગ 28 ટકા સુધી મતદાન થયું હતું. બપોરના સમયે મતદાનમાં ગતિ આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ મતદારો મતદાન મથકે પહોંચે તે માટે રાજકીય પક્ષોના કાર્યકરો પણ પ્રસાર કરી રહ્યાં છે. મતદાનના પ્રથમ બે કલાકમાં 15 ટકા જેટલુ મતદાન થયું હતું. બિહારમાં હાલ 121 બેઠકો ઉપર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. કેટલીક જગ્યાઓ ઉપર ઈવીએમમાં ખરાબીની ફરિયાદો ઉઠી હતી. જો કે, ચૂંટણીપંચ દ્વારા આ સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવી હતી. દરમિયાન બપોરના એક વાગ્યા સુધીમાં લગભગ 42.30 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. જ્યારે બપોરના 3 વાગ્યા સુધીમાં 54 ટકા જેટલુ મતદાન થયું હતું.
બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં સૌથી વધારે બેગુસરાયમાં 30.37 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત ભોજપુરમાં 26.76 ટકા, બકસરમાં 28.02 ટકા, દરભંગામાં 26.07 ટકા, ગોપાલગંજમાં 30.04 ટકા, ખગડિયામાં 28.96 ટકા, લખીસરાયમાં 30.32 ટકા, મેધપુરામાં 28.46, મુંગેરમાં 26.68 ટકા, મુઝફ્ફરપુરમાં 29.66 ટકા, નાલંદામાં 26.86 ટકા, પટનામાં 23.71 ટકા, સહરસામાં 29.68 ટકા, સમસ્તીપુરમાં 27.92 ટકા, સારણમાં 28.52 ટકા, શેખપુરામાં 26.04 ટકા, સિવાનમાં 27.09 ટકા, વૈશાલીમાં 28.67 ટકા જેટલુ મતદાન થયું હતું.
દરમિયાન મધેપુરા વિધાનસભાના બુથમાં ઈવીએમમાં ખરાબી સર્જાઈ હતી. જેના પરિણામે સવારે થોડી મિનિટો માટે મતદાન રોકવામાં આવ્યું હતું. જો કે, ચૂંટણીપંચ દ્વારા સમસ્યા દૂર કરવામાં આવતા હાલ અહીં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.


