1. Home
  2. ગુજરાતી
  3. બિહાર ચૂંટણીઃ બીજા તબક્કામાં 122 બેઠકો ઉપર 67ટકાથી વધુ મતદાન, 14મીએ મતગણતરી
બિહાર ચૂંટણીઃ બીજા તબક્કામાં 122 બેઠકો ઉપર 67ટકાથી વધુ મતદાન, 14મીએ મતગણતરી

બિહાર ચૂંટણીઃ બીજા તબક્કામાં 122 બેઠકો ઉપર 67ટકાથી વધુ મતદાન, 14મીએ મતગણતરી

0
Social Share

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે 122 બેઠકો ઉપર બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. સમગ્ર બિહારમાં આજે બીજા તબક્કાની મતદાનની પ્રક્રિયા એકદંરે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. સાંજે પાંચ વાગ્યા સુધીમાં લગભગ 76 ટકાથી વધારે જંગી મતદાન થયું હતું. બિહારમાં પ્રથમ તબક્કામાં 66 ટકા તથા બીજા તબક્કામાં 67 કરતા વધારે મતદાન થતા રાજકીય પંડિતો પણ મુઝવણમાં મુકાયાં છે કે, મતદારોએ કોની ઉપર પસંદગી ઉતારી છે. જો કે, હવે મતદારો કોની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે તો 14મી નવેમ્બરના રોજ જ ખબર પડશે. 14મી નવેમ્બરના રોજ ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, વધુ મતદાનને પગલે તમામ રાજકીય પક્ષો જીતના દાવા કરી રહ્યાં છે.

બિહાર વિધાનસભાની 122 બેઠકો ઉપર બીજા તબક્કામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 67 ટકાથી વધારે મતદાન થયું હતું. સૌથી વધારે કિશનગઢમાં 76 ટકા જેટલુ થયું હતું. જ્યારે નવાદમાં સૌથી ઓછુ 51 ટકા જેટલુ થયું હતું. હવે 14મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. એક અંદાજ પ્રમાણે બીજા તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ એકંદરે 80 ટકા જેટલુ મતદાન થવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું 9 વાગ્યા સુધીમાં 14.55 ટકા મતદાન નોંધાયું છે. જે પહેલા તબક્કામાં નોંધાયેલા 13.13 ટકા મતદાન કરતા પ્રમાણમાં વધારે છે. ભારતીય ચૂંટણી પંચના ડેટા અનુસાર, 20 જિલ્લાઓમાં ગયા જિલ્લામાં સૌથી વધુ 15.97 ટકા મતદાન થયું, ત્યારબાદ કિશનગંજમાં 15.87 ટકા અને જમુઈમાં 15.77 ટકા મતદાન થયું. મધુબનીમાં સૌથી ઓછું 13.25 ટકા મતદાન થયું.

સવારે 9 વાગ્યા સુધી, અરરિયામાં 15.34 ટકા, અરવાલમાં 14.95 ટકા, ઔરંગાબાદમાં 15.43 ટકા, બાંકામાં 15.14 ટકા, ભાગલપુરમાં 13.43 ટકા, જહાનાબાદમાં 13.81 ટકા, કૈમુર (ભાબુઆ)માં 15.08 ટકા, કટિહારમાં 13.77 ટકા, નવાદામાં 13.46 ટકા, પશ્ચિમ ચંપારણમાં 15.04 ટકા, પૂર્ણિયામાં 15.54 ટકા, પૂર્વ ચંપારણમાં 14.11 ટકા, રોહતાસમાં 14.16 ટકા, શિવહરમાં 13.94 ટકા, સીતામઢીમાં 13.49 ટકા અને સુપૌલમાં 14.85 ટકા મતદાન થયું હતું.

2025 બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે સવારે 7 વાગ્યે રાજ્યના 20 જિલ્લાઓના 122 મતવિસ્તારોમાં મતદાન શરૂ થયું, જેમાં લગભગ 3.7 કરોડ મતદારો અને 243 બેઠકોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં કુલ 1,302 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 136 મહિલાઓ અને એક તૃતીય લિંગ ઉમેદવારનો સમાવેશ થાય છે. આ તબક્કામાં મધ્ય, પશ્ચિમ અને ઉત્તર બિહારના કેટલાક ભાગો આવરી લેવામાં આવ્યા છે. લગભગ 37 મિલિયન મતદારો, જેમાં 1.95 કરોડ પુરુષો અને 1.74 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે, 45,399 મતદાન મથકો પર મતદાન કરવા માટે લાયક છે, જે રાજ્યમાં કોઈપણ ચૂંટણી તબક્કા માટે સ્થાપિત કરાયેલી સૌથી વધુ સંખ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code