1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુર યાર્ડમાં આવતા વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવાની ઝૂંબેશ
પાલનપુર યાર્ડમાં આવતા વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવાની ઝૂંબેશ

પાલનપુર યાર્ડમાં આવતા વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવાની ઝૂંબેશ

0
Social Share

પાલનપુર, 12 એપ્રિલ 2026: Campaign to put radium strips on vehicles રાજ્યમાં રાત્રિ દરમિયાન અકસ્માતોના વધુ બનાવો બનતા હોય છે. જેમાં ઘણા વાહનોની પાછળ લાઈટ ન હોવાથી પાછળ આવતા વાહનો અથડાતા હોય છે. આથી રાજ્યમાં આરટીઓ દ્વારા વાહનોની પાછળ રેડિયન પટ્ટી લગાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના તમામ યાર્ડમાં આવતા વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવામાં આવી રહી છે. પાલનપુર અને ડીસા માર્કેટ યાર્ડમાં રાત્રિ દરમિયાન થતા અકસ્માતોને અટકાવવા માટે રેડિયમ પટ્ટી અભિયાન શરૂ કરાયું છે. ટ્રેક્ટર-ટ્રોલી અને ઊંટગાડી જેવા માલવાહક વાહનોને દૂરથી દેખાય તે માટે પાલનપુરમાં છેલ્લા બે દિવસમાં જ 150થી વધુ વાહનો પર રેડિયમ પટ્ટી લગાવી છે, જે માર્ગ સુરક્ષામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ઉમેશ સોલંકીએ જણાવ્યું હતું કે, પાલનપુર સ્થિત માર્કેટયાર્ડ ખાતે વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટિવ ટેપ લગાવવાની ઝુંબેશ શરૂ કરી છે. હેતુ રાત્રિના સમયે થતા અકસ્માતો ઘટાડવાનો અને લોકોના જીવ બચાવવાનો છે. જાહેર માર્ગો પર સાંજના કે રાત્રિના સમયે વાહનોમાં પાછળના ભાગે ટેલ લાઈટ અથવા રિફ્લેક્ટર ન હોવાને કારણે અકસ્માતો સર્જાય છે, આ સમસ્યાના નિરાકરણ માટે પાલનપુર માર્કેટયાર્ડમાં આવતા વાહનો પર રેડિયમ લગાવવાની કામગીરી પોલીસ અને આરટીઓના સહયોગથી શરૂ કરી છે.

ગત વર્ષે પણ એપ્રિલ અને મે માસ દરમિયાન આ પ્રકારે કામગીરી કરી હતી, જેમાં હજારો વાહનોમાં રિફ્લેક્ટર્સ લગાવાયા હતા અને ચાલકો તથા ખેડૂતોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code