1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર નજીક વિદેશી દારૂ ભરેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી
ભાવનગર નજીક વિદેશી દારૂ ભરેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી

ભાવનગર નજીક વિદેશી દારૂ ભરેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી

0
Social Share

ભાવનગર, 7 જાન્યુઆરી 2026: A car loaded with liquor overturned after hitting a divider near Bhavnagar ભાવનગર નજીક અમદાવાદ હાઇવે પર નારી ગામ પાસે  દારૂ ભરેલી એક કારનો અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં જઈ રહેલી આ કાર ડિવાઈડ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે દારૂની બોટલો છૂટી પડતાં રેલમછેલ સર્જાઈ હતી.

આ બનાવની વિગત એવી છે કે,  ભાવનગર નજીક  ગત રાત્રીના નારીગામ પાસે  દારૂ ભરેલી કાર પૂરપાટ ઝડપે ભાવનગર બાજુ આવી રહી હતી. તે વેળાએ કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇને પલટી મારી હતી. કારમાં સવાર મહિલા સહિત 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતગ્રસ્ત કારમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ અકસ્માતની જાણ વરતેજ પોલીસને થતા પોલિસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માત થયેલી કારને ક્રેઇનની મદદથી રોડ ઉપરથી દૂર કરવામાં આવી હતી. જે બાદ રોડ પર પડેલી વિદેશી દારૂની બોટલોને પ્લાસ્ટિક બોરીમાં ભરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  ભાવનગર-અમદાવાદ હાઈવે પર ગત રાત્રીના ભાવનગર શહેરના નારી ગામ નજીક વિદેશી દારૂનો જથ્થો ભરેલી બલેનો કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. તે વેળાએ કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. જે કારનો અકસ્માત સર્જાયો તેમાં લઈ જવાતા વિદેશી દારૂની રોડ ઉપર રેલમછેલ થઈ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર મહિલા અને અજય નામની વ્યક્તિ સહિત અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દારૂ ભરેલી કાર ભાવનગર તરફ આવી રહી હતી અને કારમાંથી બે અલગ અલગ રાજ્યની નંબર પ્લેટ મળી આવી હતી. જેમાં એક હરિયાણા પાર્સિંગની HR-10-AC- 0321 અને અન્ય ગુજરાત પાર્સિંગની Gj27 નંબરની એમ બે નંબર પ્લેટ મળી આવી હતી. ત્યારે દારૂ ભરેલી કાર ભાવનગર તરફ ક્યાંથી અને કોના માટે લઈ જવાઈ રહી હતી, તેમજ કારમાં બે નંબર પ્લેટ કેમ રાખવામાં આવી હતી તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. હાલ તો સમગ્ર મામલે વરતેજ પોલિસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code