1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નેશનલ હાઈવે પરના ટોલબુથ પર 1લી એપ્રિલથી રોકડ ચૂકવણી બંધ
નેશનલ હાઈવે પરના ટોલબુથ પર 1લી એપ્રિલથી રોકડ ચૂકવણી બંધ

નેશનલ હાઈવે પરના ટોલબુથ પર 1લી એપ્રિલથી રોકડ ચૂકવણી બંધ

0
Social Share

અમદાવાદ, 22 માર્ચ 2026Cash payments at toll booths on National Highways to be stopped from April 1st નેશનલ હાઈવે 48 પરના ટોલપ્લાઝાના નિયમોમાં 1લી એપ્રિલથી ફેરફાર થશે.  અમદાવાદ વડોદરા નેશનલ હાઈ-વે નંબર 48 પર આવેલા ટોલપ્લાઝા પર કેટલાક વાહનચાલકો દ્વારા ટોલમુક્તિ માટે જરૂરી પુરાવા ડુપ્લિકેટ બતાવવાનો પ્રયાસ કરે છે પરંતુ, ટોલમાં જે સરકારી હોદ્દેદારો અથવા સબંધિત વાહનોને મુક્તિ આપવામાં આવી છે, તે પણ NHAIના પરિપત્ર મુજબ આપવામાં આવી છે તે મુક્તિ પણ ફાસ્ટેગના માધ્યમથી જ ઉપલબ્ધ છે. એટલે ટોલમુક્તિનો લાભ ફાસ્ટટેગ દ્વારા જ મળશે, તેમજ આગામી તારીખ 1 એપ્રિલ, 2026થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે. ટોલ પ્લાઝા પરથી પસાર થવું હોય ફાસ્ટટેગથી અથવા UPI જેમકે ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય કોઈ UPI એપ્લિકેશનથી જ પેમેન્ટ વસૂલવામાં આવશે.

ટોલપ્લાઝાના મેનેજરના કહેવા મુજબ ભારત સરકારની ટોલ વસૂલીમાં નુકસાન ન થાય તે હેતુથી જો વાહનચાલકો ખોટા દસ્તાવેજ, જેવાં કે વાહનોની RC બુક, બીજી વ્યક્તિનું આધાર કાર્ડ અથવા કોઈ રહેઠાણ પ્રૂફ ટોલ પ્લાઝા પર રજૂ કરે છે અને તે ડોક્યુમેન્ટ ફર્ઝી સાબિત થશે તો તુરંત તેની માહિતી પોલીસમાં આપી તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જૂના રેકોર્ડ મુજબ ટોલને થયેલું નુકસાનની પણ ભરપાઈ/વસૂલાત કરાવવામાં આવશે.

ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગને આદેશ આપવામાં આવ્યો છે કે, આગામી તારીખ 1 એપ્રિલ, 2026થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે. ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોને ફાસ્ટટેગથી અથવા UPI જેમકે ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય કોઈ UPI એપ્લિકેશનથી જ પેમેન્ટ વસૂલવામાં આવશે. ઉપરોક્ત બાબતના અનુસંધાનમાં ટોલ પ્લાઝા અધિકારો દ્વારા પોલિસ સ્ટેશનમાં પત્ર પણ રજુ કરવામાં આવેલ છે તેમજ પોલીસનો સહયોગ હંમેશા સકારાત્મક રહયો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code