1. Home
  2. ગુજરાતી
  3. ચૈત્રી સુદ પૂર્ણિમા: અંબાજી મંદિરે શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપુર
ચૈત્રી સુદ પૂર્ણિમા: અંબાજી મંદિરે શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપુર

ચૈત્રી સુદ પૂર્ણિમા: અંબાજી મંદિરે શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપુર

0
Social Share

અંબાજીઃ બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ મંગળા આરતીના દર્શન કર્યા. જેમ ભાદરવી પૂનમે ભક્તો અંબાજી મંદિરમાં ઉમટી પડે છે તેવી જ રીતે ચૈત્રી પૂનમે ભક્તો ઉમટી પડ્યા હતા.

મહત્તમ શ્રદ્ધાળુઓ ચૈત્રી પૂનમે પોતાની બાધા માનતા પૂરી કરવા અંબાજી મા અંબાજી મંદિરે પહોંચે છે. આ ચૈત્રી પૂનમને બાધાની પૂનમ પણ માનવામાં આવે છે. અંબાજી મંદિરનું ચાચરચોક લાલ ધજા પતાકાઓથી ભરચક જોવા મળ્યું હતું. અનેક શ્રદ્ધાળુઓ નાની-મોટી ધજા લઇ મા અંબાના મંદિરે પહોંચ્યા હતા અને ગરબે રમતા જોવા મળ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code