1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રસે શૈલેષ પરમારને ઉતાર્યા
વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રસે શૈલેષ પરમારને ઉતાર્યા

વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રસે શૈલેષ પરમારને ઉતાર્યા

0
Social Share

ગાંધીનગર,13 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધુ હોવાથી જીત નિશ્વિંત છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ શૈલેષ પરમારને ઉપાધ્યક્ષની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.  વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે યોજાશે.

 ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યા બાદ ઉપાધ્યક્ષપદે ભાજપમાંથી કોને પસંદ કરાશે તેની અટકળો ચાલી રહી હતી. વર્ષો પહેલા પ્રણાલિકા એવી હતી કે, અધ્યક્ષપદે સત્તાધારી પક્ષમાંથી અને ઉપાધ્યક્ષપદે વિપક્ષમાંથી પસંદગી કરવામાં આવતી હતી.એટલે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવામાં આવતું હતું, પણ ભાજપમાં સત્તા પર આવ્યા બાદ ઉપાધ્યક્ષનું પદ પણ વિપક્ષને આપવામાં આવતું નથી. હાલ વિધાનસભામાં ભાજપ પાસે તોતિંગ બહુમતી છે. કોંગ્રસ વિપક્ષનો રોલ ભજવી શકે તેવી પણ સ્થિતિ નથી.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી હવે રાજ્ય વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બનશે. આજે તેમણે મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં વિધાનસભા સચિવાલય ખાતે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો. 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અનેક નામો પર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં અંતે પૂર્ણેશ મોદીના અનુભવ પર મહોર મારવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરશે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ ઉપાધ્યક્ષ પદ માટે આજે જ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. એટલે હવે બિનહરીફ ચૂંટણીની સંભાવના રહી નથી અને ગૃહમાં મતદાન થવાનું નિશ્ચિત બન્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code