1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં પારિવારિક મિલકતના વિવાદમાં દંપત્તી પર તલવાર-છરી વડે હુમલો કરાયો
ભાવનગરમાં પારિવારિક મિલકતના વિવાદમાં દંપત્તી પર તલવાર-છરી વડે હુમલો કરાયો

ભાવનગરમાં પારિવારિક મિલકતના વિવાદમાં દંપત્તી પર તલવાર-છરી વડે હુમલો કરાયો

0
Social Share

ભાવનગર, 12 એપ્રિલ 2026: Couple attacked with sword and knife in family property dispute શહેરના દિવાનપરા રોડ વિસ્તારમાં પારિવારિક મિલકતના વિવાદમાં દંપતી પર તેના જ ભત્રીજા સહિત ચાર લોકોએ ઘરમાં ઘુસી તલવાર, પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરના  દિવાનપરા રોડ પર આવેલા પાંજરીગરના ચોકમાં રહેતા અસલમ નસરુલ્લાહ શેખ ઉંમર વર્ષ 57એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તથા તેની પત્ની ઝરીના અને પરિવાર અને તેના ભાઈઓના અન્ય લોકો એક જ બિલ્ડિંગમાં રહેતા હોય જેમાં અસલમના ભાઈનો પુત્ર મહમદ હુસૈન ઈકબાલ હુસૈન શેખ ફરિયાદીને તેનું મકાન વેચી અન્યત્ર રહેવા જતા રહેવા દબાણ કરતો હતો. પરંતુ ફરિયાદી અસલમ તેને મકાન વેંચતા ન હોય જેને લઈ ગત રાત્રિના સમયે ફરિયાદી અસલમ તથા તેની પત્ની ઝરીના ઘરમાં સુતા હોય એ દરમિયાન અસલમનો ભત્રીજો મહંમદ હુસેન ઈકબાલ હુસેન શેખ, રૂબીના રમીઝ પઠાણ, જસ્મીન મુસ્તામકિમ શેખ, સબીયા અલ્ફાઝ દસાડીયા હાથમાં તલવાર પાઇપ છરી જેવા હથિયારો લઈને આવ્યા હતા અને મહંમદહુસૈનએ તેના કાકા અસલમ પર તલવાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે ચારેય મહિલાઓએ અસલમની પત્ની ઝરીના પર પાઇપ અને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એ દરમિયાન અસલમનો પુત્ર પહોંચી જતા ચારેય વ્યક્તિઓ ફરાર થઈ ગયા હતાં.જ્યારે ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ અસલમએ મહમદહુસેન ઇકબાલહુસેન શેખ, રુબિનાબને રમીઝભાઈ પઠાણ, જસ્મીનબેન મુસ્તમકીમભાઈ શેખ, સબીયાબેન અલ્ફાઝભાઈ દસાડિયા રહે તમામ ભાવનગરનાઓ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં BNS કલમ 118(1), 115(2), 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code