
મુંબઈઃ ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન મુંબઈની KEM હોસ્પિટલમાં કોવિડ-19 થી સંક્રમિત બે લોકોના મોત થયાનું જાણવા મળે છે. બંને દર્દીઓની તબિયત ગંભીર હતી. એક દર્દીને મોઢાનું કેન્સર હતું, જ્યારે બીજા દર્દીને નેફ્રોટિક સિન્ડ્રોમ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેનું મૃત્યુ કોવિડ-19 ને કારણે નહીં પણ તેમની પહેલાથી રહેલી બીમારીઓને કારણે થયું હતું. મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા બે લોકોમાંથી એક 59 વર્ષનો પુરુષ કેન્સરથી પીડાતો હતો, જ્યારે બીજો મૃતક 14 વર્ષની છોકરી હતો જેને અન્ય સમસ્યાઓ પણ હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 20 મે સુધીમાં દેશમાં કોરોનાના 257 સક્રિય કેસ છે. આમાંથી 164 કેસ નવા છે. હાલમાં, કેરળમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. તમિલનાડુ બીજા સ્થાને છે. આ પછી મહારાષ્ટ્રનો વારો આવે છે. નવા કેસોમાં મહારાષ્ટ્ર તમિલનાડુથી આગળ છે. ગુજરાતમાં કોરોનાના સાત સક્રિય કેસ છે. જોકે, પુડુચેરીમાં કોરોનાના કેસ ઘટ્યા છે. હરિયાણામાં પણ કોરોનાનો એક નવો કેસ નોંધાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે.