
લખનૌઃ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં થયેલા નૌશાદ હત્યા કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. સોમવારે, એસપી વિક્રાંત વીરે હત્યા કેસનો ખુલાસો કરતા કહ્યું કે નૌશાદની પત્ની રઝિયાએ ગુનો કબૂલી લીધો છે. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી. જ્યારે ઘટનામાં સામેલ મહિલાનો પ્રેમી રોમન અને તેનો મિત્રને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નૌશાદ તાજેતરમાં જ દુબઈથી પરત આવ્યો હતો. જ્યારે બીજી તરફ તેની પત્ની રઝિયા અને રોમન વચ્ચે લાંબા સમયથી અનૈતિક સંબેધ હતો. જેમાં નૌશાદ અડચણરૂપ હોવાથી તેની હત્યા કરવાનો આરોપીઓનો પ્લાન તૈયાર કર્યો હતો.
એસપી વિક્રાંત વીરના જણાવ્યા અનુસાર, દેવરિયાના મેલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભટૌલી ગામના રહેવાસી નૌશાદની હત્યા તેની પત્ની રઝિયા સુલ્તાન, તેના પ્રેમી રોમન (ભાભીનો દીકરો, એટલે કે ભત્રીજો) અને તેના મિત્ર હિમાંશુએ મળીને કરી હતી. પત્ની રઝિયાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિ નૌશાદની હત્યા કરવાની યોજના બનાવી હતી અને પછી ગુનો અંજામ આપ્યો હતો. હત્યાર કરનાર પત્નીએ પોલીસને જણાવ્યું કે હત્યા પછી, તેણે પહેલા લાશનો નિકાલ કરવા માટે એક નાની ટ્રોલી બેગ કાઢી હતી. જ્યારે શરીર તેમાં ફિટ ન થઈ શકે, ત્યારે મોટી ટ્રોલી બેગનો ઉપયોગ કરવામાં આવતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહનો નિકાલ કરવા માટે તેઓ કારમાં ગામથી 55 કિમી દૂર એક નિર્જન જગ્યાએ ગયા હતા. જ્યા નૌશાદની લાશનો નિકાલ કર્યો હતો.
પોલીસે પતિની હત્યા કરનાર પત્નીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. જ્યારે કેસમાં સંડોવાયેલા રોમન અને તેના મિત્ર હિમાંશુને ઝડપી લેવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. બંને આરોપીઓની ધરપકડ બાદ કેસમાં અન્ય ખુલાસા થવાની શકયતા છે. નૌશાદ છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં કામ કરતો હતો અને પત્નીને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. જેથી તાજેતરમાં જ તે પરત ભારત ફર્યો હતો.