1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોક્ટરને મારમારતા તબીબોની હડતાળ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોક્ટરને મારમારતા તબીબોની હડતાળ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોક્ટરને મારમારતા તબીબોની હડતાળ

0
Social Share

રાજકોટ, 1 જાન્યુઆરી 2026: Doctors strike after patient’s relatives beat up doctor at Rajkot Civil Hospital શહેરની સિવિલ હોસ્પિટલમાં ગયા રવિવારે ન્યુરોસર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પર દર્દીના પરિવારજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ડોકટર પરના હુમલા બનાવના તબીબોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે ગુરૂવારે સિવિલ હોસ્પિટલના તબીબોએ પોતાની સુરક્ષા અને ન્યાયની માગ સાથે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને આરોપીની ધરપકડ કરી તેની સામે કડક પગલાં લેવાની માગ કરી છે. તબીબોની હડતાળને કારણે હોસ્પિટલની નોન-ઇમરજન્સી સેવાઓ પર માઠી અસર પડી છે. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ દ્વારા હડતાળ પર ઉતરેલા તબીબોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર નિકુંજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 29 ડિસેમ્બરની રાત્રે 2 વાગ્યે હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો થયો હતો. તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી પોલીસ, સરકાર કે કોલેજ તંત્ર દ્વારા આરોપી વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આરોપી અંડરગ્રાઉન્ડ છે અને પોલીસ પકડથી બહાર છે. અમે દિવસ-રાત જોયા વગર 36-36 કલાક સતત ફરજ બજાવીએ છીએ અને દર્દીઓની સેવા એ જ અમારો ધર્મ છે, પરંતુ જો અમારી પોતાની જ સુરક્ષા જોખમમાં હોય તો તેઓ કામ કેવી રીતે કરી શકીએ,

સિવિલના અન્ય તબીબોએ પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, ડોક્ટરો કોઈ ‘પબ્લિક પ્રોપર્ટી’ નથી કે કોઈ પણ વ્યક્તિ આવીને તેમની સાથે હિંસા કરી શકે. આ હિંસક ઘટનાના વીડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે કઈ રીતે ફરજ પરના તબીબ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. હડતાળ પર ઉતરેલા તબીબોની મુખ્ય 4 માંગણીઓ છે. જેમાં હુમલો કરનારા આરોપીની પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, આરોપી પાસે જાહેરમાં માફી મંગાવવામાં આવે અને તેનું સરઘસ કાઢવામાં આવે. આરોપીનું PMJAY (આયુષ્માન) કાર્ડ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.અને ઘટના સમયે હાજર રહેલા સિક્યુરિટી ગાર્ડ્સ અને સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવે અને નવી સિક્યુરિટી એજન્સીની નિમણૂક કરવામાં આવે. આ ચાર માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code