1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં નશામાં ધૂત કારચાલક SRP જવાનએ ત્રણ વાહનોને અડફેટે લીધા
વડોદરામાં નશામાં ધૂત કારચાલક SRP જવાનએ ત્રણ વાહનોને અડફેટે લીધા

વડોદરામાં નશામાં ધૂત કારચાલક SRP જવાનએ ત્રણ વાહનોને અડફેટે લીધા

0
Social Share

વડોદરા, 25 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના પ્રતાપપુરા-બરોડા ડેરી રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. એસઆરપીનો જવાન દારૂના નશામાં ધૂત થઈને કાર ચલાવીને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. રિક્ષા, કાર અને સ્કૂટને અડફેટે લેતા ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઉશ્કેરાયેલા લોકોએ કારચાલક એસઆરપી જવાનને તેની કારના કાચ તોડીને બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો. દરમિયાન પોલીસ કાફલો દોડી આવ્યો હતો. લોકોના ટોળામાંથી કારચાલકને બચાવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના પ્રતાપનગર – બરોડા ડેરી રોડ પર ઓએનજીસી પાસે નશામાં ધૂત એક કારચાલકે રિક્ષા, કાર તેમજ સ્કૂટરને અડફેટે લઈ લીધા હતા, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આરોપી કારમાંથી દેશી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા. જે જોતા જ લોકોએ ગાડીના કાચ તોડીને બહાર કાઢીને કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. આ અકસ્માતમાં આરોપી એસઆરપીનો જવાન રાજેશ ધનજીભાઈ પાંડવ છે, અને તેની કાર પર પોલીસ લખેલું બોર્ડ હતું. ઘટનાસ્થળે એક કાર રોડની બાજુમાં પાર્ક કરેલી હતી, જેને પણ આ અકસ્માતમાં નુકસાન થયું હતુ. અકસ્માત બાદ આરોપી કારમાંથી બહાર નીકળતો નહોતો, જેથી સ્થાનિક લોકોએ કારના કાચ તોડીને તેને બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો. મકરપુરા પોલીસે આરોપી એસઆરપી જવાનની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે.

આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકોમાં પોલીસ જવાન દ્વારા નશામાં વાહન ચલાવવા અંગે તીવ્ર નારાજગી વ્યક્ત થઈ રહી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધ યોગ્ય કાનૂની પગલાં લેવાની ખાતરી આપી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code