1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં દારૂના નશામાં સિક્યુરિટી ગાર્ડે કર્યું ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ
વડોદરામાં દારૂના નશામાં સિક્યુરિટી ગાર્ડે કર્યું ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ

વડોદરામાં દારૂના નશામાં સિક્યુરિટી ગાર્ડે કર્યું ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ

0
Social Share

વડોદરા, 13 માર્ચ 2026: Drunk security guard opens fire શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા GST ભવનમાં ફરજ બજાવતા ગાર્ડે નવદુર્ગા મંદિર પાસે નશાની હાલતમાં પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દરમિયાન આ ઘટનામાં જાગૃત મહિલાએ પોલીસને જાણ કરતા ઉશ્કેરાયેલા ગાર્ડે મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં રાવપુરા પોલીસે ગંભીરતા દાખવી આરોપી નરેન્દ્રસિંહ રાજની ધરપકડ કરી તેની બંદૂક અને કારતૂસ જપ્ત કરી પ્રોહિબિશન અને જાહેરનામા ભંગના બે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિક્યુરિટી ગાર્ડે પોતાના પરવાનાવાળા યુ.એસ. 107 બી એકનાળી હથિયારમાંથી એક રાઉન્ડ બ્લેન્ક કારતૂસ હવામાં ફાયર કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા GST ભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ રાજે દારૂના નશામાં પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આથી બાજુમાં જ આવેલા નવદૂર્ગા મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દરમિયાન આ ઘટનામાં જાગૃત મહિલાએ પોલીસને જાણ કરતા ઉશ્કેરાયેલા ગાર્ડે મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે.  આરોપી નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ (ઉંમર 53 વર્ષ, અણખી ગામ, મોટા વાંટા ફળીયું, તા. જંબુસર, જિ. ભરૂચ) GIFSS કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે અને હાલમાં વડોદરાના જી.એસ.ટી. સેવા કેન્દ્ર, કુબેરભ વન બીજા માળે, રાવપુરા ખાતે ફરજ બજાવે છે. રાજે જણાવ્યું કે વર્ષ 2004માં જંબુસરથી આ હથિયારનો પરવાનો મેળવ્યો હતો. આરોપીએ પોતાની નોકરી પૂરી કર્યા બાદ દાંડીયાબજાર તરફ જમવા જતી વખતે હવામાં એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું કબૂલ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code