
નવી દિલ્હીઃ 17 સપ્ટેમ્બરના રોજ લેબનોનમાં એક સાથે એક હજારથી વધુ પેજર્સ વિસ્ફોટ થયા હતાં. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે હિઝબુલ્લાના સભ્યો સહિત હજારો લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ મંગળવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 3.45 કલાકે થયા હતો. પેજર સાધનોમાં કેવી રીતે વિસ્ફોટ થયો તે હજુ સ્પષ્ટ નથી.
ઈઝરાયેલ સાથે લગભગ દરરોજ ગોળીબાર કરવાનું શરૂ કર્યું
આતંરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર, લેબનોનમાં તેના રાજદૂત મોજતબા અમાની પણ આ ઘટનામાં ઘાયલ થયા છે. પેજર બોમ્બ વિસ્ફોટથી સમગ્ર લેબનોનમાં આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના તમામ ઠેકાણાઓ પ્રભાવિત થયા છે. હિઝબુલ્લાહના જૂથે હમાસના સમર્થનમાં ઈઝરાયેલ સાથે લગભગ દરરોજ ગોળીબાર કરવાનું શરૂ કર્યું, ત્યારથી આ પ્રથમ મોટી ઘટના છે. હિઝબુલ્લાહએ 7 ઓક્ટોબરે ઈઝરાયેલના નાગરિકોને નિશાન બનાવ્યા બાદ ગાઝામાં ઈઝરાયેલ સાથે યુદ્ધ કરી રહ્યું છે.
હિઝબોલ્લાહના સંખ્યાબંધ સભ્યો તેમના પેજર વિસ્ફોટથી ઘાયલ
હિઝબુલ્લાહના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બેરૂતના દક્ષિણ અને દક્ષિણ ઉપનગરોમાં હિઝબોલ્લાહના સંખ્યાબંધ સભ્યો તેમના પેજર વિસ્ફોટથી ઘાયલ થયા હતાં. લેબનોનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ આ દુશ્મનો દ્વારા બનેલી ઘટના ગણાવી, જે અગાઉ ક્યારેય બની ન હતી. સમગ્ર લેબનોનમાં લગભગ એક જ સમયે “હેન્ડહેલ્ડ પેજર્સ વિસ્ફોટ” થયા હતાં. જેમાં ઘણા હિઝબોલ્લા લડવૈયાઓ ઘાયલ થયા છે.