નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2026: કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજુ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં તેમણે ભાષણની શરૂઆત માઘ પૂર્ણિમા અને ગુરુ રવિદાસ જયંતિનો ઉલ્લેખ કરીને કરી હતી, નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકારે હંમેશા દેખાડા કરતાં જન કલ્યાણને પ્રાથમિકતા આપી છે. દરેક નિર્ણય સામાન્ય લોકોના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં દુર્લભ પૃથ્વી ખનીજો માટે વિશેષ કોરિડોર સ્થાપવામાં આવશે. આમ માણા મંત્રીએ કરેલી જાહેરાત મુજબ તમિલનાડુ તેમજ નજીકના ભવિષ્યમાં ચૂંટણી યોજાવાની છે એવા કેરળને પણ તેનો લાભ મળશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ ચૂંટણી યોજાવાની છે. એવા રાજ્ય તમિલનાડુ માટે એક મોટી જાહેરાત કરી હતી. નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં દુર્લભ પૃથ્વી ખનીજો માટે વિશેષ કોરિડોર સ્થાપવામાં આવશે. કેન્દ્ર સરકારની યોજના છે કે આ કોરિડોર દ્વારા ખનીજોની શોધ કરવામાં આવે, પછી તેને સાફ કરીને કામ માટે યોગ્ય બનાવવામાં આવે અને પછી તેના દ્વારા દેશ માટે જરુરી સામાન બને.
દરિયાકાંઠાના વિસ્તારોમાં દુર્લભ ખનિજો ઉપલબ્ધ છે
ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં દુર્લભ ખનિજો ઉપલબ્ધ છે. લેન્થેનમ, સેરિયમ, નિયોડામિયમ મોટી માત્રામાં મળી શકે છે, તેનો ઉપયોગ હાઇ-ટેક ઉદ્યોગોમાં થઈ શકે છે. જો અહીં કોરિડોર બનશે તો તેનાથી રોજગારીમાં પણ વધારો થશે અને આયાત પરની નિર્ભરતા પણ ઓછી થશે.
આ સિવાય નાણાં મંત્રીએ MSME ક્ષેત્રમાં ચેમ્પિયન બનવા માટે ભંડોળ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. નાણાં મંત્રીએ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવા માટે કન્ટેઇનર ઉત્પાદન માટે એક યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. નાણાં મંત્રીએ એવી પણ જાહેરાત કરી છે કે 5 વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો કાર્યરત કરવામાં આવશે. બનારસ અને પટનામાં જહાજ રિપેરિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.


