1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના 70 લાખ સાયબર ફ્રોડના કેસમાં યુવતી અને તેના ભાઈની ધરપકડ
સુરતના 70 લાખ સાયબર ફ્રોડના કેસમાં યુવતી અને તેના ભાઈની ધરપકડ

સુરતના 70 લાખ સાયબર ફ્રોડના કેસમાં યુવતી અને તેના ભાઈની ધરપકડ

0
Social Share

સુરત, 7 જાન્યુઆરી 2026: Girl and her brother arrested in Surat’s 70 lakh cyber fraud case ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે પોલીસ પણ સાયબર માફિયાને પકડવા સક્રિય બની છે. જોકે સાયબર માફિયાઓ વિદેશથી હેન્ડલ કરતા હોવાથી તેમને પકડવા મુશ્કેલ છે. પણ પોલીસ દ્વારા સાયબર માફિયાના સ્થાનિક એજન્ટો. તેને મદદ કરનારાને પકડીને નેટવર્ક તોડી રહી છે. સુરતના એન્જિનિયર સાથે થયેલા રૂ. 69, 79,800 ના સાયબર ફ્રોડ કેસમાં સુરત સાયબર સેલે આરોપી એવા ભાઈ-બહેનની ધરપકડ કરી છે. હાઈ-પ્રોફાઈલ રેકેટના તાર સીધા કંબોડિયા અને ચીન સાથે જોડાયેલા છે. આ કેસની મુખ્ય આરોપી 40 વર્ષીય શ્રદ્ધાની પ્રોફાઈલ જોઈને ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. તાઈવાનમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાઈનીઝ ભાષા પર પ્રભુત્વ મેળવેલી યુવતી કોઈ કોર્પોરેટ લીડર બનવાને બદલે ચીની સાયબર માફિયાઓની ખાસ ‘રિચાર્જ એજન્ટ’ બની ગઈ હતી.

સુરતની સાયબર ક્રાઈમ પોલીસે હૈદરાબાદમાં રહેતી 40 વર્ષિય શ્રદ્ધા નામની યુવતીને ઝડપી લીધી હતી. આ યુવતીનો ચીન અને કંબોડિયાના સાયબર ઠગોએ મોહરા તરીકે ઉપયોગ કર્યો હતો.. 40 વર્ષીય શ્રદ્ધા ગજભીયે જે હૈદરાબાદમાં રહેતી હતી અને ચાઈનીઝ ભાષાની નિષ્ણાત હતી. તેની ધરપકડ બાદ સાયબર ફ્રોડની દુનિયાના એવા રહસ્યો ખુલ્યા છે જે કોઈ પણ સામાન્ય નાગરિકના હોશ ઉડાવી દે તેવા છે. આ કેસમાં માત્ર શ્રદ્ધા જ નહીં, પરંતુ તેના ફેશન ડિઝાઇનર ભાઈ નીલકાંતની પણ સંડોવણી બહાર આવી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ શ્રદ્ધાની શૈક્ષણિક પ્રોફાઇલ કોઈ પણ મોટી કોર્પોરેટ કંપનીને આકર્ષી શકે તેવી છે. ધોરણ 12 પાસ કર્યા બાદ શ્રદ્ધા સીધી તાઈવાન ગઈ હતી, જ્યાં તેણે ચાઈનીઝ ભાષાનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હતો. ભારત પરત આવ્યા બાદ તેણે સરગમ એટલે સંગીતમાં બી.એ. (બેચલર ઓફ આર્ટસ) પૂર્ણ કર્યું અને ફરીથી ચાઈનીઝ ભાષામાં ડિપ્લોમા મેળવ્યો. ચીની ભાષા પરની આ મહારથ જ તેને ચીની ઠગોની નજીક લઈ ગઈ, જેઓ ભારતીય લોકોને લૂંટવા માટે સ્થાનિક ભાષા અને વ્યવસ્થા સમજતા હોય તેવા લોકોની શોધમાં હતા.આ આખી રમત ત્યારે શરૂ થઈ જ્યારે ‘નોકરી ડોટ કોમ’ પરથી શ્રદ્ધાની પ્રોફાઇલ કંબોડિયામાં કાર્યરત એક ચીની કંપની ‘મેક્રો કોમ્પ્યુટિંગ સોલ્યુશન’ સુધી પહોંચી. કંપનીએ શ્રદ્ધાનો સંપર્ક કર્યો અને તેની ભાષાની કસોટી લીધી. ટેસ્ટમાં પાસ થતા જ કંપનીએ તેને ચાઈનીઝ ટ્રાન્સલેટર તરીકે જોબ ઓફર કરી અને તેના વિઝા તેમજ એર ટિકિટ કરાવી તેને કંબોડિયા બોલાવી લીધી. શ્રદ્ધાને લાગ્યું કે આ એક મોટી તક છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી.

શ્રદ્ધા જ્યારે કંબોડિયા પહોંચી ત્યારે તેને ખબર પડી કે આ કોઈ સામાન્ય કંપની નથી પણ એક ‘સાયબર ફ્રોડ ફેક્ટરી’ છે. ત્યાં અલગ-અલગ વિભાગો બનાવવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન ભારત અને અન્ય એશિયાઈ દેશોના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા, જ્યારે રાત્રિના સમયે અમેરિકામાં છેતરપિંડી આચરવા માટે સ્ટાફ કાર્યરત રહેતો હતો. શ્રદ્ધાએ જોયું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અવાજ બદલીને લોકો સાથે હની-ટ્રેપ, ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવતા હતા. કંબોડિયામાં શ્રદ્ધાનું કામ ટ્રાન્સલેટર તરીકેનું હતું. ભારતીય સહિત પાકિસ્તાન, શ્રીલંકાના કર્મચારીઓ શું કામ કરી રહ્યા છે તે જોઈને તેને ચીની મેનેજરને રિપોર્ટિંગ કરવાનું હતું. જોકે, ત્યાંનું વાતાવરણ માફક ન આવતા શ્રદ્ધા બે મહિનામાં ભારત પરત આવી ગઈ હતી. પરંતુ, ભારત આવ્યા પછી પણ તેના સંપર્કો ચાલુ રહ્યા હતા.

પોલીસ તપાસમાં એવી હકિકત પ્રકાશમાં આવી છે કે, કંબોડિયામાં તેની મુલાકાત ‘લીછમ’ નામના એક ચીની મેનેજર સાથે થઈ હતી, જે આ આખા ફ્રોડ નેટવર્કનો મહત્વનો હિસ્સો હતો. ભારત પરત આવ્યા પછી લીછમે શ્રદ્ધાનો સંપર્ક સાધ્યો. લીછમે શ્રદ્ધાને જણાવ્યું કે તેમને ભારતમાં રહેલા તેમના સીમકાર્ડ્સ એક્ટિવ રાખવા માટે રિચાર્જની જરૂર છે. શ્રદ્ધાએ આ કામ સ્વીકાર્યું અને માત્ર બે જ દિવસમાં 430 જેટલા સીમકાર્ડ્સમાં રિચાર્જ કરી નાખ્યું. આ કોઈ સામાન્ય સીમકાર્ડ નહોતા, પણ એ જ નંબરો હતા જેના દ્વારા ભારતના સેંકડો લોકોને ફોન કરીને લૂંટવામાં આવી રહ્યા હતા. શ્રદ્ધાએ આ કામમાં તેના ભાઈ નીલકાંતને પણ સામેલ કર્યો. નીલકાંત નાગપુરમાં ફેશન ડિઝાઇનિંગનું કામ કરતો હતો. લીછમે સીમકાર્ડ રિચાર્જ કરવા માટે પૈસા નીલકાંતના એસ.બી.આઈ. બેંકના ખાતામાં મોકલ્યા હતા. કુલ 1.72 લાખ રૂપિયામાંથી 1.29 લાખના રિચાર્જ થયા અને બાકીના 43 હજાર રૂપિયા શ્રદ્ધા અને તેના ભાઈએ કમિશન તરીકે મેળવ્યા. આ પૈસા હકીકતમાં સુરતના એક એન્જિનિયર સાથે થયેલી છેતરપિંડીના હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code