સોના-ચાંદીની ચમક વધી, સોનાનો ભાવ રૂ. 1.22 લાખ અને ચાંદી રૂ. 1.50 લાખને પાર
મુંબઈઃ મુંબઈ: અઠવાડિયાની શરૂઆત સોનાં અને ચાંદીના બજાર માટે તેજીભરી રહી હતી. સોમવારે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાં અને ચાંદીના વાયદા ભાવમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. સવારે 9.45 વાગ્યે ડિસેમ્બર ડિલિવરી માટે સોનાંનો ભાવ ગયા સત્રની સરખામણીએ 1.17 ટકા વધી રૂ. 1,22,479 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જ્યારે ચાંદીના ડિસેમ્બર વાયદા ભાવમાં 1.92 ટકાનો ઉછાળો આવી રૂ.1,50,558 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા હતા.
દેશની રાજધાની દિલ્હીમાં આજે સોમવારે 24 કેરેટ સોનાંની કિંમત રૂ. 12,337/ગ્રામ, 22 કેરેટ રૂ. 11,310/ગ્રામ અને 18 કેરેટ રૂ. 9,257/ગ્રામ રહ્યું હતું. જ્યારે મુંબઈમાં 24 કેરેટ રૂ. 12,322/ગ્રામ, 22 કેરેટ રૂ. 11,295/ગ્રામ, 18 કેરેટ રૂ. 9,242/ગ્રામ રહ્યો હતો. આવી જ રીતે કોલકાતામાં સોનાના ભાવ ઉપર નજર કરીએ તો 24 કેરેટ રૂ. 12,322/ગ્રામ, 22 કેરેટ રૂ. 11,295/ગ્રામ, 18 કેરેટ રૂ. 9,242/ગ્રામ નોંધાયો હતો. તેમજ ચેન્નાઈમાં 24 કેરેટ રૂ. 12,448/ગ્રામ, 22 કેરેટ રૂ. 11,410/ગ્રામ અને 18 કેરેટ રૂ. 9,515/ગ્રામ રહ્યો હતો.
રિપોર્ટ મુજબ, અમેરિકન અર્થવ્યવસ્થા અંગેની ચિંતાઓ વચ્ચે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 1% થી વધુનો ઉછાળો નોંધાયો હતો. સોનાં આશરે 4,050 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયું છે. જે છેલ્લા બે અઠવાડિયામાંનું સર્વોચ્ચ સ્તર છે. ડોલરમાં આવેલા ઘટાડાનો પણ સોનાને લાભ મળ્યો, કારણ કે ડોલર નબળો પડતાં વિદેશી ખરીદદારો માટે સોનાં વધુ સસ્તું બન્યું. રોકાણકારો માટે નિષ્ણાતોનું માનવું છે કે આવનારા દિવસોમાં વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ડોલર ઈન્ડેક્સમાં ઉતાર-ચઢાવને કારણે સોનાં-ચાંદીના ભાવમાં વધુ તેજી જોવામાં આવી શકે છે.


