ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ઔદ્યોગિક વિકાસની વચ્ચે ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’ની ચિંતા સાથે બે અત્યાધુનિક ‘પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન’ કાર્યરત કરવામાં આવી છે.
આ વાન હવા અને પાણીની ગુણવત્તાનું રિયલ-ટાઇમ વિશ્લેષણ કરીને પ્રદૂષણ નિયંત્રણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. એન્વાયરમેન્ટ ડેમેજ કંમ્પેનસેશન (EDC) ફંડ હેઠળ રૂ. 5.76 કરોડથી વધુના ખર્ચે ખરીદી.
ફાર્માસ્યુટિકલ, કેમિકલ, કાપડ અને ઓટોમોબાઇલ જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોમાં પર્યાવરણીય ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવું.ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ (અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર વગેરે).દક્ષિણ અને મધ્ય ગુજરાત (વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વાપી વગેરે).આધુનિક વિશ્લેષણ ઉપકરણો, ડિટેક્ટર્સ, પોર્ટેબલ સાધનો અને રિયલ-ટાઇમ મોનિટરિંગ સ્ટેશનથી સજ્જ.
રિયલ-ટાઇમ મોનિટરિંગ: PM10,PM2.5,સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઑક્સાઇડ્સ, કાર્બન મોનૉક્સાઇડ સહિત 12 જેટલા વાતાવરણીય પ્રદૂષકોનું નિરીક્ષણ. ગેસ લીક જેવી આપાતકાલીન પરિસ્થિતિઓમાં તાત્કાલિક સ્થળ પર વિશ્લેષણ કરીને ઝડપી નિર્ણય લેવામાં મદદરૂપ.તાજેતરમાં વટવા GIDC,નરોડા GIDC સહિતના ઔદ્યોગિક વિસ્તારોના મોનિટરિંગ બાદ ઔદ્યોગિક સંગઠનોને કારણદર્શક નોટિસો આપવામાં આવી.આ પહેલ GPCB ને પર્યાવરણ અને જાહેર આરોગ્ય વચ્ચે સંતુલન જાળવીને રાજ્યમાં ટકાઉ ઔદ્યોગિક વિકાસ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.


