1. Home
  2. ગુજરાતી
  3. GTU અને NSSના સ્વયં સેવકો કોરોનામુક્ત દર્દીની વણવપરાયેલી દવાઓ‌ એકત્રિત કરીને જરૂરિયાતમંદને આપશે
GTU અને NSSના સ્વયં સેવકો કોરોનામુક્ત દર્દીની વણવપરાયેલી દવાઓ‌ એકત્રિત કરીને જરૂરિયાતમંદને આપશે

GTU અને NSSના સ્વયં સેવકો કોરોનામુક્ત દર્દીની વણવપરાયેલી દવાઓ‌ એકત્રિત કરીને જરૂરિયાતમંદને આપશે

0
Social Share

અમદાવાદઃ કોરોનાના સંક્રમિત થયેલા અસંખ્ય દર્દીઓ સાજા થઈ ગયા છે. ઘણાબધા એવા દર્દીઓ પણ છે, કે સાજા થયા બાદ પણ તેમની પાસે કોરોનાની દવાઓ પડેલી હોય. આવી દવાઓ અન્ય કોરોનાના દર્દીઓને કામ આવે તે માટે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પાસેથી વધેલી દવાઓ એકત્ર કરીને તબીબોની સલાહ મુજબ અન્ય ગરીબ દર્દીઓને આપવા માટે એનએસએસના વિદ્યાર્થીઓ અભિયાન આદરવામાં આવશે.વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે. કેટલાક કિસ્સામાં દવાઓની અછતને કારણે દર્દીને વઘુ પડતી તકલીફનો ભોગ બનવું પડે છે. આ સમસ્યાના નિવારણના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) નેશનલ સર્વિસ સ્કિમ (NSS) વિભાગ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાથી મુક્ત થયેલા દર્દીઓની વણવપરાયેલી દવાઓ જીટીયુ NSSના સ્વયં સેવકો દ્વારા એકત્રિત કરીને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ડૉક્ટર મને ફાર્મસીસ્ટના માર્ગદર્શન હેઠળ વણવપરાયેલી દવાઓનું વર્ગીકરણ કરીને જીટીયુ NSSના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને દવાઓ પહોંચાડવાનું કાર્ય ખરેખર અભિનંદનને પાત્ર છે. જીટીયુના કુલસચિવ ડૉ.કે.એન. ખેરે‌ જીટીયુ‌ NSS પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ. અલ્પેશ દાફડા અને ઓફિસ આસિસ્ટન્ટ મિથિલા પટેલને શુભકામનાઓ પાઠવી હતી.

લોકડાઉન સમય દરમિયાન પણ જીટીયુ NSSના સ્વયં સેવકો ઓક્સિજન અવરનેસ, 108માં સેવા આપવી, માનસિક સ્વાસ્થ્ય સંદર્ભે સર્વે જેવી વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં કાર્યરત રહીને ખરાં અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થયા છે. કોરોના મુક્ત દર્દીઓની વણવપરાયેલી દવાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાના જીટીયુના આ નિર્ણયને સ્વયં સેવકો દ્વારા સહર્ષ વધાવી લેવામાં આવ્યો છે. 142 યુનિટના 10000થી વધુ સ્વયં સેવકો આગામી 18મે થી 10જૂન 2021 દરમિયાન તેમની સોસાયટી અને નજીકના વિસ્તારમાંથી વણવપરાયેલ દવાઓ એકત્રિત કરીને રાજ્યના 6 જુદાં-જુદાં ઝોન ખાતે નિયુક્ત કરાયેલા પ્રોગ્રામ ઓફિસર્સને સંગ્રહીત દવાનો‌ જથ્થો પહોંચાડશે. ત્યારબાદ એ‌ દવા જીટીયુ ખાતે લાવવામાં આવશે. જ્યાં ડૉક્ટર અને ફાર્માસિસ્ટ દ્વારા વિવિધ દવાઓનું વર્ગીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ઉપયોગની અવધી પૂર્ણ થયેલ દવાનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ વર્ગીકૃત થયેલ દવાના જથ્થાને સિવિલ હોસ્પિટલ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code