1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, કોંગ્રેસે તપાસની કરી માગ
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, કોંગ્રેસે તપાસની કરી માગ

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, કોંગ્રેસે તપાસની કરી માગ

0
Social Share

ગાંધીનગર, 18 માર્ચ 2026: Gujarat Assembly receives bomb threat રાજ્યમાં શાળાઓ, કોર્ટ, પોસ્ટ ઓફિસો અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની અગાઉ ધમકીઓ મળી હતી. જોકે પોલીસ તપાસમાં કંઈ મળ્યું નહતું, ત્યારે પોલીસ દ્વારા ધમકીભર્યા ઈ-મેલ મોકલનારાની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે જ આજે ગાંધીનગરમાં વિધાનસભા બિલ્ડિંગને જ બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેલ મળતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ ધમકી મળતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. તાત્કાલિક ડોગ અને બોમ્બ સ્ક્વોર્ડની વિવિધ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પણ તપાસના અંતે કંઈ વાંધાજનક મળ્યું ન હતું. પણ ધમકીભર્યા ઈ-મેલને લીધે ગૃહની કાર્યવાહી એક કલાક મોડી શરૂ થઈ હતી. ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પોઇન્ટ ઓફ ઇન્ફોર્મેશન ઉઠાવીને સરકાર માટે માહિતી માગી હતી.

ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પોઇન્ટ ઓફ ઇન્ફોર્મેશન ઉઠાવીને રજુઆત કરી હતી કે, ગૃહમાં ભયનો માહોલ પેદા થયો છે. જેના કારણે ગૃહની કાર્યવાહી 1 કલાક મોડી શરૂ કરવામાં આવી છે. શાળા, કોલેજ, કોર્ટ, એરપોર્ટ અને હવે આજે વિધાનસભાને ઈમેલ આવ્યો છે. અમને માહિતી જોઈએ છે, ક્યારે ઈમેલ આવ્યો, શું આવ્યો અને કેમ આવ્યો? તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

 આ અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, આજે સવારે વિધાનસભાને ઇમેલ મળ્યો હતો. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી. જેના કારણે વિશેષ ચકાસણી કરાવવામાં આવી હતી. પોલીસ ધમકીભર્યા ઇમેલની તપાસ કરી રહી છે. કોણે મેલ કર્યો અને ક્યાંથી મેલ આવ્યો તેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસ તપાસનો રિપોર્ટ મને પણ આપશે. પરંતુ ગુજરાત ક્યારેય કોઈ બાબતથી ડર્યું નથી. આજે પણ તમામ સભ્યો એક રહ્યા તે બદલ અભિનંદનને પાત્ર છે. કુદરતી આફત કે આતંકી હુમલા સામે ગુજરાત ટકી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code