1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ પુર્ણ થયા
ગુજરાતઃ મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ પુર્ણ થયા

ગુજરાતઃ મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ પુર્ણ થયા

0
Social Share

ગાંધીનગરઃ 13 સપ્ટેમ્બર 2025 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. આ ચાર પિલર પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, તેને આગળ ધપાવવા તેઓએ સતત, અવિરત, અથાગ પ્રયાસો કર્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ચાર વર્ષોમાં વિકાસનાં લાભ રાજ્યના જન-જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત ચાર વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે.

આ ચાર વર્ષો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવ્યા અને 4 લાખ ચોરસ મીટર જેટલો તળાવનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. આ ઉપરાંત, દ્વારકા અને સોમનાથ ખાતે પણ ગેરકાયદો દબાણો દૂર કરવામાં આવ્યા અને સોમનાથ ખાતે અંદાજે 4 લાખ 79 હજાર ચોરસ મીટરથી વધુ તેમજ દ્વારકા ખાતે અંદાજે 1 લાખ 54 હજાર ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ભ્રષ્ટાચાર આચરતા લગભગ 50 જેટલા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આ ઉપરાંત, જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો અમલી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સામાન્ય જનતાના હિતમાં રાજ્ય સરકારે વીજળીના દરમાં તાજેતરમાં 15 પૈસાનો ઘટાડો કર્યો છે, જે થકી રાજ્યની સામાન્ય જનતાને ₹400 કરોડનો ફાયદો થશે. આ સાથે જ ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે તેમજ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે.

ભુપેન્દ્ર પટેલે રાજ્યના 38 શહેરોમાં ઘરવિહોણા 10 લાખ ગરીબો માટે પાયાની સુવિધાઓ ધરાવતા 116 આશ્રયસ્થાન સ્થાપિત કર્યા ચાર વર્ષમાં રાજ્યમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ, પ્રાથમિક શાળાના બાળકો માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’નો પ્રારંભ, રાજ્યના 3.26 કરોડ લોકોને લાભાર્થીઓને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ,નમો શ્રી યોજના હેઠળ 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય,શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લાઓમાં 293 ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત, અત્યારસુધીમાં 2 કરોડ 68 લાખ લોકોને ભોજન વિતરણ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ વાર્ષિક સરેરાશ 4,86,632 સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ,આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ્ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹5 લાખની સહાય વધારીને ₹10 લાખ ગુજરાતમાં 2.92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ,પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અંતર્ગત ગુજરાતમાં કુલ 283 ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત રાજ્યમાં કુલ 35 ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં 78 હજારથી વધુ દર્દીઓના 2,23,979 કીમોથેરાપી સેશન્સ થયા છે.

કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’- GRITની રચના,ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની (GARC) રચના રાજ્યના શહેરોને ભવિષ્યલક્ષી આયોજન સાથે ફ્યુચર રેડી બનાવવા માટે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું.
નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક અને વહિવટી મંજૂરી મળ્યા બાદ આર.સી.એમ. દ્વારા બે હપ્તામાં 100 ટકા ગ્રાન્ટની ફાળવણી કરાશે,‘અ’ વર્ગની નગરપાલિકામાં હવે નગરપાલિકા કક્ષાની સમિતિ દ્વારા જ ₹70 લાખ સુધીના કામોની તાંત્રિક – વહીવટી મંજૂરી આપી શકાશે. ,‘બ’ વર્ગમાં ₹50 લાખ – ‘ક’ વર્ગમાં ₹40 લાખ અને ‘ડ’ વર્ગમાં ₹30 લાખ સુધીના કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપી શકાશે,“અર્નિગ વેલ, લિવિંગ વેલ”ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય,રાજ્યના શહેરો ગ્રોથ હબ બને તે દિશામાં 6 ગ્રોથ હબ બનાવવાનું આયોજન ,રાજ્યમાં ઇઝ ઑફ લિવિંગને વેગ આપવા નવી દરેક ટી.પી. સ્કીમમાં 1 ટકા અર્બન ફોરેસ્ટ, 1 ટકા પાર્કિંગ અને 5 ટકા ઇ.ડબ્લ્યુ.એસ. માટે અનામત ગુજરાતમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ 4.04 લાખ સોલાર રૂફટોપ પેનલ્સ; રાજ્ય કુલ 10 લાખ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન સાથે દેશમાં અગ્રેસર,રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત,,રાજ્યમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ, નેશનલ પોલીસ ગેમ્સ, નેશનલ ગેમ્સ 2022 જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત કાર્યક્રમો યોજાયા,કોમનવેલ્થ 2029 અને ઓલિમ્પિક 2036 ના આયોજન માટે ગુજરાતની પસંદગી

ગુજરાત આત્મનિર્ભર પોલિસી (2022),ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી 2022-27,નવી ગુજરાત IT/ITes પોલિસી 2022-27,ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27,ધ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી (2022) ,ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27,સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-27,ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023,સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0),ગુજરાત ખરીદ નીતિ 2024,ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024,ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024,કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ 2024,ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી (2025-30),ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-30,ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી – 2025.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code