ગાંધીનગર, 30 માર્ચ 2026: Release final voter list on April 1, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત ફાઈનલ મતદાર યાદી જાહેર ન કરાતા અટકી પડી છે. ત્યારે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા આગામી તા. 1લી એપ્રિલના રોજ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. અને ત્યારબાદ એકાદ-બે દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ તેજ થઈ રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદીની વિશેષ પુનઃસમીક્ષા પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને 1 એપ્રિલ, 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. મતદાર યાદી ફાઈનલ થતાની સાથે જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેથી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની પ્રબળ શક્યતા છે. આ દરમિયાન રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે અને ઉમેદવારોની પસંદગી તેમજ પ્રચાર વ્યૂહરચના પર કામ શરૂ કરી દીધું છે.
ગુજરાત ચૂંટણી આયોગના નિર્દેશ અનુસાર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાર યાદીની વિશેષ પુનઃસમીક્ષા હાથ ધરાઈ હતી. તેમાં નવા મતદારોના નામ ઉમેરવા, ભૂલો સુધારવા અને ડુપ્લિકેટ કે અયોગ્ય નામ દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ રહી છે. હવે આગામી તા. 1 એપ્રિલે અંતિમ મતદાર યાદી જાહેર થતાં જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવાશે. તેથી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાની પૂરી શક્યતા છે. રાજકીય પક્ષોએ પણ આ સંકેતોને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારી તેજ કરી દીધી છે. ઉમેદવારોની પસંદગી, પ્રચારની વ્યૂહરચના અને સંગઠન મજબૂત બનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આયોગે તંત્રને સૂચના આપી છે કે, ચૂંટણી પૂર્વેની તમામ પ્રક્રિયાઓ સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ થાય તેની ખાતરી કરવી. કોઈ પણ પ્રકારની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 1 એપ્રિલે મતદાર યાદી ફાઈનલ થતાની સાથે જ રાજ્યમાં ચૂંટણીની ઘોષણાનો કાઉન્ટડાઉન શરૂ થઈ જશે અને રાજકીય માહોલ વધુ ગરમાશે.


